ક્રિસિલનો અહેવાલ:ઓટો કમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીઝ EV માંથી 9-11 ટકા આવક મેળવશે

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રૂડઓઇલની વધતી કિંમતોના કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતો વધી રહી છે તેમજ પર્યાવરણને બચાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ તથા લોકો ઇવી તરફ આગળ વધી રહ્યાં છે જેના કારણે કમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીઝ 2027 સુધીમાં તેની આવકના 9-11 ટકા ઇવી પાર્ટ્સ દ્વારા હિસ્સો મેળવશે તેવો નિર્દેશ ક્રિસિલના અહેવાલમાં દર્શાવ્યો છે.

આ વૃદ્ધિ સમયગાળા દરમિયાન પરંપરાગત આંતરિક કોમ્બિશન એન્જિન-સંચાલિત વાહનો માટેના ભાગોનો પુરવઠો પણ વધશે. ગત નાણાકીય વર્ષ દરમિયાન સેક્ટરની એકંદર આવકમાં EV કમ્પોનન્ટનો હિસ્સો નજીવો 1 ટકા હતો. ઈલેક્ટ્રિક વાહનોના કમ્પોનન્ટની આવક ગયા નાણાકીય વર્ષના રૂ.4300 કરોડની સરખામણીએ નાણાકીય વર્ષ 2027માં લગભગ 76 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વધીને રૂ.72500 કરોડ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...