ગ્રાન્ડ સ્લેમ:ઓસ્ટ્રેલિયન ઓપનઃ વેક્સિન લેનાર જ રમી શકશે

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વેક્સિનને ફરજિયાત કરનાર પ્રથમ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ બન્યું, દર્શકોની હાજરીમાં રમાશે ટૂર્નામેન્ટ

જાન્યુઆરીમાં યોજાનાર ઓસ્ટ્રેલિયન ઓપન પ્રથમ ગ્રાન્ડ સ્લેમ બનશે, જેમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત હશે. આ નિર્ણય બાદ વિશ્વના નંબર-1 ખેલાડી નોવાક જોકોવિચના ટૂર્નામેન્ટમાં રમવા પર શંકા છે.

સર્બિયાનો જોકોવિચ પોતાનું વેક્સિન સ્ટેટસ જાહેર કરવાનો ઈન્કાર કરી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટ ડિરેક્ટર ક્રેગ ટિલીએ શનિવારે મેલબોર્નમાં ટૂર્નામેન્ટ પોલિસીની પૃષ્ટિ કરી હતી. તેમની આ જાહેરાતે મહિનાઓથી ચાલતી ઓસ્ટ્રેલિયન સરકારની અટકળોનો અંત કર્યો હતો.

સરકારે પહેલા જ જણાવ્યું હતું કે, વેક્સિન નહીં લગાવનાર ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. જો સરકારે તેમને 14 દિવસના ક્વારેન્ટાઈનમાં રાખવાની વાત પણ કહી હતી. જોકે વિક્ટોરિયા રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રૂઝ એ વાત પર અડગ હતા ખેલાડીઓ માટે વેક્સિનના બંને ડોઝ જરૂરી હોવા જોઈએ.

અહીં 18 મહિનામાં 6 જુદા-જુદા સમયગાળા માટે લૉકડાઉન લગાવાયું હતું. ટિલીએ ખેલાડીઓને વેક્સિનની જરૂર મુદ્દે કહ્યું કે,‘આ એક જ વિકલ્પ છે, જેના થકી બધાની સુરક્ષા નિશ્ચિત કરી શકાય છે. અમારા રાજ્યમાં 90 ટકા વસ્તી વેક્સિનેટેડ છે. આ શાનદાર છે.’ ટિલીએ પૃષ્ટિ કરી છે કે, 17 થી 30 જાન્યુઆરી વચ્ચે મેલબોર્નમાં યોજાનાર ગ્રાન્ડ સ્લેમમાં દર્શકોને મંજૂરી મળશે.

ટોપ-100 પુરુષ ટેનિસ ખેલાડીઓમાંથી 80% સંપૂર્ણ વેક્સિનેટેડ
મહિલા ટેનિસ એસોસિએશનના ચીફ એક્ઝિક્યૂટીવ સ્ટીવ સાઈમને કહ્યું કે,‘ડબ્લ્યૂટીએ ટોપ-300 સિંગલ્સ અને ટોપ-100 ડબલ્સ ખેલાડીઓમાંથી 70 ટકા સંપૂર્ણ વેક્સિનેટેડ છે. હાલમાં જ મેક્સિકોમાં યોજાયેલ ડબ્લ્યૂટૂએ ફાઈનલ્સમાં ભાગ લેનાર તમામ સિંગલ્સ-ડબલ્સ ખેલાડીઓ વેક્સિન લગાવી ચૂકી છે.’ આ દરમિયાન પુરુષ ટેનિસ એસોસિએશનના ચેરમેન આંદ્રેયા ગૉડેન્જીએ કહ્યું કે,‘ટોપ-100 સિંગલ્સ ખેલાડીમાંથી 80 ટકાથી વધુએ વેક્સિન લઈ લીધી છે.’ વેક્સિન ફરજિયાત કરવા પર ગૉડેંજીએ કહ્યું કે,‘આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. તેના સ્થાને 7 કે 14 દિવસના ક્વારેન્ટાઈનનો નિયમ હોવો જોઈએ. વેક્સિન ના લગાવનાર ખેલાડીઓને પણ તક આપવી જોઈએ.’ યુએસ ઓપન સહિતના અગાઉના તમામ ગ્રાન્ડ સ્લેમમાં વેક્સિન ના લગાવનાર ખેલાડીઓને પણ મંજૂરી આપવામા આવી હતી.

9 વખતના ચેમ્પિયન જોકોવિચે વેક્સિન મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી
9 વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન જોકોવિચે એ સ્પષ્ટતા નથી કે તે ટાઈટલ ડિફેન્ડ કરવા મેદાને ઉતરશે કે નહીં. તેને અને તેની પત્ની જેલેનાને ગત વર્ષે જૂનમાં સર્બિયા અને ક્રોએશિયામાં આયોજીત એક્ઝિબિશન ટૂર દરમિયાન કોરોના થયો હતો. જોકોવિચે વેક્સિન અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે,‘આપણે કેવી રીતે એવી આશા રાખી શકીએ કે વેક્સિનથી ફાયદો થશે, જ્યારે કે વાઈરસનો પ્રકાર સતત બદલાઈ રહ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...