વૈશ્વિક સ્તરે 2022નું વર્ષ ઇક્વિટી સેગમેન્ટ માટે વોલેટાલિટી ભર્યું રહ્યું હતું. નકારાત્મક ફેક્ટર વચ્ચે પણ દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. 2022માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની એયુએમમાં 2.2 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી છે જેની પાછળનું મુખ્ય કારણ એસઆઇપી (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)માં રોકાણ પ્રવાહ દર મહિને સતત વધ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 5.7 ટકા વધીને 2022માં કુલ રૂ. 39.88 લાખ કરોડ પહોંચી હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી (Amfi)ના અહેવાલમાં દર્શાવાયું છે. જોકે 2021ના સમયગાળામાં 22 ટકાની વૃદ્ધિ કરતા ઘણું ઓછું રહ્યું છે. 2021માં 7 લાખ કરોડની વૃદ્ધિ સાથે એયુએમ રૂ.37.72 લાખ કરોડ પહોંચી હતી.
“શેરબજારોમાં અનિશ્ચિતતા અને મોટા પાયે વેપાર એન્વાર્યરમેન્ટને અસર કરતા પરિબળો સતત વધી રહેલા વ્યાજદરના કારણે ઇન્ડસ્ટ્રીઝ 2022માં ધીમી ગતિએ વૃદ્ધિ પામી હતી. જોકે આ સમજી શકાય તેવું છે કે રોકાણકારો ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ યોજનાઓ વચ્ચે તેમના રોકાણોને ફરીથી ડાયવર્ટ કરવા સાથે આગળ વધી રહ્યાં છે તેવો નિર્દેશ FYERSના રિસર્ચ હેડ ગોપાલ કાવલીરેદ્દીએ જણાવ્યું હતું. જ્યારે 2021માં 42- મ્યુચ્યુઅલ ફંડ ખેલાડીઓ સ્પેસની વૃદ્ધિ મુખ્યત્વે શેરબજારોમાં આવેલી તેજી દ્વારા કરવામાં આવી હતી.
2022માં એસેટ બેઝમાં થયેલો વધારો મોટે ભાગે એડવાન્સ્ડ SIP પ્રવાહનું પરિણામ છે જે નવેમ્બરમાં સતત બીજી વખત રૂ. 13,000 કરોડને સ્પર્શ્યો હતો. આ ઉપરાંત એમ્ફીએ રિટેલ રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું એમ મોતીલાલ ઓસ્તવાલ AMCના ચીફ બિઝનેસ ઓફિસર અખિલ ચતુર્વેદીએ જણાવ્યું હતું. કેલેન્ડર વર્ષ દરમિયાન એસઆઈપીનો પ્રવાહ દર મહિને સરેરાશ રૂ. 12,500 કરોડથી વધુ હતો જે રોકાણકારોને શેરબજારમાં રહેવામાં મદદ કરે છે.
રોકાણકારોની સંખ્યા 2 કરોડ વધી 14.11 કરોડ
વર્ષ દરમિયાન રોકાણકારોની સંખ્યા 2 કરોડ વધીને 14.11 કરોડ થઈ હોવાનો અંદાજ છે. 2021માં કુલ 2.6 કરોડ ફોલિયો ઉમેરવામાં આવ્યા હતા. ઇક્વિટી સ્કીમ્સમાં ગયા વર્ષે રૂ. 1.61 લાખ કરોડનો ઇનફ્લો થયો હતો જે 2021માં રૂ. 96,700 કરોડ હતો. ડિસેમ્બરમાં, ઇક્વિટી સ્કીમ્સમાં રૂ. 7,303 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો, જે અગાઉના મહિનામાં રૂ. 2,258 કરોડ કરતાં ઘણો વધારે હતો.
કોરોના બાદ સંપત્તિ સર્જનને પ્રાધાન્ય આપતા વૃદ્ધિ
માર્ચ 2021 થી સ્કીમ્સમાં સતત ચોખ્ખો રોકાણ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તે પહેલાં કોવિડ મહામારીને કારણે ઇક્વિટી સ્કીમ્સમાં સતત આઠ મહિના સુધી આઉટફ્લો જોવા મળ્યો હતો. ઇક્વિટી વિશેની જાગરૂતતા અને લાંબા ગાળા માટે સંપત્તિ સર્જનની ક્ષમતાને લીધે 2022માં ઇક્વિટી-લક્ષી યોજનાઓમાં પ્રવાહમાં વધારો થયો છે. યુવા રોકાણકારોની છૂટક ભાગીદારી દ્વારા સંચાલિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.