તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચમક યથાવત:ઊંચી કિંમતો છતાં સોનામાં રોકાણ પ્રત્યે આકર્ષણ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોના-ચાંદીની ઉંચી કિંમતો છતાં ગુજરાતીઓ તહેવારોની સિઝનમાં રોકાણ માટે ખરીદી કરશે તેવો અંદાજ છે. ગતવર્ષની તુલનાએ સોના-ચાંદીમાં સરેરાશ 35 ટકા રિટર્ન રોકાણકારોને મળી રહ્યું છે. આગામી સમયમાં પણ સારા રિટર્નની આશાએ સોનામાં રૂ.52500 અને ચાંદીમાં 61500ના ભાવથી લગડીની ખરીદી થાય તેવો અંદાજ છે.

જોકે, કોરોના મહામારીના કારણે અત્યાર સુધી જ્વેલરી સેગમેન્ટમાં નિરસ વાતાવરણ રહ્યાં બાદ આગામી મેરેજ સિઝનને ધ્યાનમાં રાખી નવરાત્રીમાં જ્વેલરીમાં પણ સારા વેપારની આશા જ્વેલર્સ દર્શાવે છે. જ્વેલર્સ દ્વારા ઘડામણમાં આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે જેનો ફાયદો મળશે.

ગતવર્ષે ઓક્ટોબર માસમાં સોનું અમદાવાદ ખાતે સરેરાશ 39000 આસપાસ ક્વોટ થતું હતું જે અત્યારે વધીને 52500 બોલાઇ રહ્યું છે જ્યારે ચાંદીમાં 45500ના ભાવ હતા જે અત્યારે 61500 બોલાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી વધી 1915 ડોલર અને ચાંદી 24.57 ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે. નવી દિલ્હી ખાતે સોનું 324 વધી 51704 અને ચાંદીમાં 1598નો ઉછાળો આવી રૂ.62972 બોલાતી હતી.

સરળ EMI દ્વારા પણ ઘરેણાં ખરીદી શકાશે
જ્વેલરી સેગમેન્ટને વેગ આપવા માટે ગુજરાતના અમુક જ્વેલર્સ ઇએમઆઇની સુવિધા પણ ગ્રાહકોને આપી રહ્યાં છે. છેલ્લા દસેક માસથી વેપાર સાવ ઠંડા છે જેને વેગ આપવા માટે આકર્ષક ઓફર રજૂ કરી રહ્યાં છે. ઘડામણમાં તો અડધો-અડધ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર માસથી મેરેજ સિઝન શરૂ થવા જઇ રહી છે ત્યારે તેની પણ ડિમાન્ડ ખુલે તેવો અંદાજ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો