• Gujarati News
  • Business
  • Assets Will Now Be Divided Into Equity, Non Equity Other If There Is A Change In Tax Rules

કરવેરાનું કમઠાણ:ટેક્સના નિયમોમાં ફેરફાર થાય તો એસેટ્સને હવે ઇક્વિટી, નોન-ઇક્વિટી-અન્યમાં વિભાજિત કરાશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેપિટલ ગેન ટેક્સને લગતા નિયમોમાં પણ આગામી ટૂંકાગાળામાં ફેરફારની વિચારણા

સરકાર ટૂંક સમયમાં કેપિટલ ગેન ટેક્સના નિયમોમાં ફેરફાર કરી શકે છે. સરકારનો હેતુ કેપિટન ગેન ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે. તેમાં ખાસ કરીને વિશેષ ફોકસ વિવિધ એસેટમાં સમાનતા પર હશે.

એસેટ્સને ત્રણ શ્રેણીઓ - ઇક્વિટી, નોન-ઇક્વિટી ફાઇનાન્સિયલ એસેટ્સ અને અન્યમાં વિભાજીત કરી શકાય છે. તદુપરાંત સરકાર આ ટેક્સના દરોમાં પણ ફેરફારની યોજના ધરાવે છે. અનેક હોલ્ડિંગ પીરિયડને પણ તર્કસંગત બનાવાય તેવી સંભાવના છે.

કેપિટલ ગેન ટેક્સ વ્યવસ્થા થોડી જટિલ છે. તેને વધુ સરળ અને તર્કસંગત બનાવવાની જરૂર છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસના પૂર્વ સભ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતા હેઠળનું ટાસ્ક ફોર્સ ઇંડેક્સેશન બેનિફિટ રૂલ્સમાં બદલાવની ભલામણ કરી ચૂક્યું છે. તેની ભલામણો જ સમીક્ષાનો મુખ્ય આધાર બની રહેશે.

અનેક હોલ્ડિંગ પિરિયડને પણ તર્કસંગત બનાવાય તેવી સંભાવના છે
અત્યારનો નિયમ|
વર્તમાન નિયમો અંતર્ગત ઇક્વિટી અને પ્રેફરન્સ શેર્સ, ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ્સ, ઝીરો કૂપન બૉન્ડ અને યુટીઆઇ યુનિટ્સને 12 મહિનાથી વધુ સમય માટે હોલ્ડ કરવા પર તેને લૉંગ ટર્મ એસેટ્સ માનવામાં આવે છે. ડેટ ઑરિએંટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને જ્વેલરીને 36 મહિનાથી વધુ સમય સુધી હોલ્ડ કરવા માટે તેને લૉંગ ટર્મ એસેટ્સ માનવામાં આવે છે. જ્યારે રિયલ એસ્ટેટ અથવા અચલ સંપત્તિને 24 મહિનાથી વધુ સમય સુધી હોલ્ડ કરવા પરર તેને લૉંગ ટર્મ એસેટ્સ માનવામાં આવે છે.

ટેક્સ રેટ્સ| અત્યારે લૉંગ ટર્મ કેપિટલ ગેન પર 20% ટેક્સ લાગે છે. ઇક્વિટીના મામલે જો ગેન એક લાખ રૂપિયાથી વધુ હોય તો તેના પર 10%ના દરે વસૂલાત કરાય છે. જ્યારે શોર્ટ ટર્મમાં થયેલા ગેન પર 15 ટકાના દરે ટેક્સ લાગે છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ આવકવેરામાં જોડ્યા બાદ અન્ય એસેટ્સ પર લાગે છે. કેપિટલ ગેન્સ ટેક્સ કોઇ કેપિટલ એસેટ્સના વેચાણથી થનારા ફાયદા પર વસૂલાય છે.

ટાસ્ક ફોર્સની ભલામણો

  • એસેટ્સને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવી જોઇએ - ઇક્વિટી, નોન-ઇક્વિટી ફાઇનાન્શિયલ એસેટ્સ અને અન્ય એસેટ્સ
  • ઇંડેક્સેશન બેનિફિટ ઇક્વિટીને બાકાત કરતા દરેક પર આપવામાં આવે તે હિતાવહ છે. હાલના નિયમો અંતર્ગત ડેટ ફંડ્સ અને રિઅલ એસ્ટેટ પર ઇંડેક્સેશન બેનિફિટ આપવાની અનુમતિ છે.
  • ટેક્સ રેટ્સ અંગેના સૂચનો
  • ઇક્વિટી એસેટ્સને 12 મહિનાથી વધુ સમય સુધી હોલ્ડ કરવા પર 10%ના દરે કેપિટલ ગેન ટેક્સની વસૂલાત થવી જોઇએ.
  • ઇક્વિટીને 12 મહિનાથી ઓછા સમય માટે હોલ્ડ કરવા પર 15 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લગાડવો જોઇએ.
  • નોન ઇક્વિટી ફાઇનાન્શિયલ એસેટ્સને 24 મહિનાથી વધુ સમય સુધી રાખવા પર 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગવો જોઇએ.
અન્ય સમાચારો પણ છે...