ફોરેક્સ માર્કેટ:રૂપિયો નબળો પડતાં સોના તથા ચાંદીમાં ઘટાડો અટક્યો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફોરેક્સ માર્કંટમાં ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં ઘટાડો અટકી ગયો છે. વૈશ્વિક બજારમાં સોનું ઘટી 1740 ડોલર અને ચાંદી 19 ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે જેના કારણે અમદાવાદ ખાતે સોનું નજીવી રેન્જમાં અથડાઇ રૂ.52300 અને ચાંદી 58000 આસપાસ ક્વોટ થતી હતી. હાજર બજારની સાથે વાયદામાં પણ ભાવ ઘટાડો અટક્યો છે. એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,83,840 સોદાઓમાં કુલ રૂ.16,164.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8283.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7852.92 કરોડનો હતો.

સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,067 સોદાઓમાં કુલ રૂ.3,311.21 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,670ના ભાવે ખૂલી પ્રથમ સત્ર સુધીમાં રૂ.39 વધી રૂ.50,660ના ભાવે પહોંચ્યો હતો.ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,851ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,972 અને નીચામાં રૂ.56,461 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.197 ઘટી રૂ.56,742 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 15,722 સોદાઓમાં રૂ.2,482.83 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.210.60 અને જસત જુલાઈ વાયદો રૂ.3.90 ઘટી રૂ.276ના ભાવ થયા હતા. તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.5.75 ઘટ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...