એમ્મા મેકકોનવિલે 2017માં એક્સોન મોબિલમાં ભૂસ્તરવૈજ્ઞાનિક તરીકેની નોકરી પર ઉતર્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. તેને ગયાનામાં એક વિશાળ ઓઇલ સેક્ટરમાં કામ આપવામાં આવ્યું હતું જે કંપની માટે ખૂબ જ નફાકારક પ્રોજેક્ટ હતો. પરંતુ 2020માં જ્યારે કોવિડ મહામારી ચરમસીમા પર હતો ત્યારે ઓઇલના ભાવ નીચા સ્તરે આવી ગયા અને એમ્માને છૂટા કરવામાં આવ્યા. તે ક્ષણને યાદ કરીને તે કહે છે,’હું સમજી શકતી ન હતી કે આગળ શું કરવું.’તેની મુશ્કેલીઓનો ટૂંક સમયમાં અંત આવ્યો. માત્ર ચાર મહિના પછી તેને હ્યુસ્ટન સ્થિત નવી કંપની ફર્વોમાં નોકરી મળી જે ભૂઉષ્મીય એનર્જીનો ઉપયોગ કરે છે. અત્યારે એમ્મા તેની એક્સોન જોબ કરતાં વધુ કમાણી કરે છે.
એમ્મા કહે છે,’કોવિડ માત્ર મારા માટે જ નહીં પરંતુ ઘણા સાથીઓ માટે કારકિર્દીનો વળાંક આવ્યો. હકીકતમાં, 2020માં વિશ્વભરની ઓઇલ એન્ડ ગેસ કંપનીઓએ લગભગ 1.60 લાખ કર્મચારીઓની છટણી કરી હતી. ગયા વર્ષે,તેમણે બજેટમાં કાપ મૂકવાનું ચાલુ રાખ્યું હતું અને કર્મચારીઓની છટણીમાં સાવચેત હતા. દરમિયાન, રિન્યુએબલ એનર્જી (ઓઇલ-ગેસ સિવાય) ક્ષેત્રે કામ કરતી કંપનીઓ ઝડપથી ગ્રોથ સાધી રહી છે જેના કારણે એક્ઝોન જેવી પરંપરાગત એનર્જી કંપનીઓમાંથી મોટી સંખ્યામાં પ્રોફેશનલ્સ રિન્યુએબલ એનર્જી કંપનીઓમાં કામ કરવાનું શરૂ કરી રહ્યાં છે.
ઉદાહરણ તરીકે ફર્વોના અડધા કર્મચારીઓ બ્રિટિશ પેટ્રોલિયમ (BP) જેવી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાંથી આવે છે. સ્થિતિ એ છે કે વૈશ્વિક ઓઇલ-ગેસ ઇન્ડસ્ટ્રીઝમાં 6 વર્ષ પહેલાની સરખામણીમાં લગભગ 7 લાખ ઓછા કર્મચારીઓ બાકી રહ્યાં છે. આ કિસ્સામાં 20% થી વધુનો ઘટાડો થયો છે. શેલ ડ્રિલિંગમાં મંદી અને ઇન્ડસ્ટ્રીઝના વ્યાપક ઓટોમેશનને કારણે સામૂહિક છટણી થઈ. બીજી તરફ 2016 અને 2021 ની વચ્ચે પવન ઊર્જા ક્ષેત્રમાં કર્મચારીઓની સંખ્યા લગભગ 20% વધીને 1.13 લાખથી વધુ થઈ ગઈ છે.
કારકિર્દીમાં શાંતિ આપતું ગ્રીન એનર્જી ક્ષેત્ર
વિશ્વભરમાં નવીનીકરણીય ઉર્જા કંપનીઓમાં કામ કરનાર ઇલેક્ટ્રિશિયન ઓફશોર કન્સ્ટ્રક્શન એન્જિનિયર્સ, આઇટી નિષ્ણાતો અને પર્યાવરણીય સર્વેક્ષણકર્તાઓ કહે છે કે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રમાં તેમની કુશળતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મિગુએલ ફેબ્રેસ પેટ્રોલિયમ એન્જિનિયર જેમણે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં 19 વર્ષ વિતાવ્યા હતા હવે રોમની ગ્રીન એનર્જી કંપની Enel માટે કામ કરે છે. તે કહે છે. અમે પાયો નાખીએ છીએ, ટર્બાઇન લગાવીએ છીએ, રસ્તાઓ બનાવીએ છીએ અને કેબલ નાખીએ છીએ. પરંતુ અમને નિરાંત છીએ. કે આપણે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડી રહ્યા. આ સિવાય ગ્રીન એનર્જીનો બિઝનેસ પણ ઝડપથી વધી રહ્યો છે આવી સ્થિતિમાં છટણીની કોઈ શક્યતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.