તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેબિનેટ બેઠક:મસૂરની MSP 400 અને ઘઉંની 40 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી, 10683 કરોડની ટેક્સટાઈલ PLI સ્કીમને પણ મંજૂરી

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ યોજનાથી લગભગ 7.5 લાખ લોકોને રોજગાર મળવાની શક્યતા છે
  • કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે

ખેડૂત આંદોલનની વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લેતા ઘણા રબી પાકોનું ન્યુનતમ સમર્થન મુલ્ય(MSP) વધારી દીધું છે. ખેડૂતોને સપોર્ટ આપવા માટે મસૂર અને સરસવનું MSP સૌથી વધુ વધારવામાં આવ્યું છે. MSPને વધારવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યુનિયન કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો છે. આ સિવાય 10683 કરોડની ટેક્સટાઈલ PLI(પ્રોડક્શન લીન્ક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે.

ટેક્સટાઈલ સેક્ટરને મળી શકે છે રાહત
ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન સ્કીમ PLI(પ્રોડક્શન લીન્ક્ડ ઈન્સેન્ટિવ)ની જાહેરાત કરવામાં આવી. 10 અલગ-અલગ ઉત્પાદનો માટે આગામી 5 વર્ષ સુધી 10683 કરોડ રૂપિયાથી વધુનું પેકેજ આપવામાં આવશે. સરકારે સુસ્ત પડેલી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા કે પુનર્જીવિત કરવા માટે જુલાઈમાં આ રકમની ફાળવણી કરી હતી. યોજના અંતર્ગત નાના શહેરોની કંપનીઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. પીયૂષ ગોયલે કહ્યું કે આ સ્કીમથી મુખ્યરૂપે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, આંધપ્રદેશ, તેલંગાના, ઓરિસ્સા જેવા રાજ્યોને લાભ મળી શકશે. કપડા મંત્રાલયે ઉત્પાદન સાથે જોડાયેલા કે પીએલઆઈ યોજનાના પ્રસ્તાવને પહેલા મંજૂરી આપી દીધી હતી. સરકારે આ પૈસાથી કાપડને પ્રોત્સાહન આપવા, રોજગાર અને નિકાસ ક્ષમતાને મજબૂત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

પીએલઆઈ યોજના મુજબ કેન્દ્ર વધારાના ઉત્પાદન પર પ્રોત્સાહન આપશે અને કંપનીઓને ભારતમાં બનેલા ઉત્પાદનોની નિકાસ કરવાની મંજૂરી મળશે. તેનો ઉદેશ્ય પ્રતિસ્પર્ધાત્મક માહોલ બનાવવા માટે રોકાણકારોને પ્રોત્સાહન કરવાનો છે.

કેન્દ્રીય મંત્રી દર્શના જારદોશે કહ્યું કે આ યોજનાથી લગભગ 7.5 લાખ લોકોને રોજગાર મળવાની શક્યતા છે. અમારું લક્ષ્ય 3.5 લાખ કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનનું છે. પહેલા બે વર્ષ પછી 25 ટકાનું પ્રોત્સાહનનું લક્ષ્ય છે. આ યોજનાના માધ્યમથી ટેક્નિકલ વસ્ત્ર, માનવ નિર્મિત ફાઈબર વસ્ત્રોને પ્રોત્સાહન આપવામાં આવશે.

ખેડૂતોને પણ મળી ભેટ
એટલું જ નહિ કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે અત્યાર સુધીનું ઉચિત અને લાભ મુલ્ય 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને મંજૂરી મળી છે. આ અંતર્ગત માર્કેટિંગ સિઝન 2022-23 માટે સરકારે રબી પાકની એમએસપી વધારવાના નિર્ણય કરી લીધો છે.

આટલી વધી એમએસપી
ઘઉં, ચણા, મસુર, સરસવ અને સનફલાવરની એમએસપી વધારવામાં આવી છે. ઘઉંની એમએસપી 1975 રૂપિયાથી વધી 2015 રૂપિયા થઈ છે, ચણાની 5100 રૂપિયાથી વધી 5230 રૂપિયા, સરસવની 4650 રૂપિયાથી વધી 5050 રૂપિયા, સનફલાવરની 5237 રૂપિયાથી વધી 5441 રૂપિયા અને મસૂરની 5100 રૂપિયા છે.

પોર્ટગલ સાથેના કરારને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે પોર્ટુગલમાં ભારતીય નાગરિકોને કામ કરવાના કરારની મંજૂરી આપી છે. આ કરાર ભારત અને પોર્ટુગલની વચ્ચે થયો છે. કરાર ભારતીય કામદારોને મોકલવા અને પરવાનગી આપવા પર ભારત અને પોર્ટુગલની વચ્ચે પાર્ટનરશીપ અને સહયોગ માટે એક સંસ્થાગત તંત્રને સ્થાપિત કરશે.

અન્ય સમાચારો પણ છે...