નિમણૂંક:1 ઓગસ્ટથી ટોરેન્ટ ફાર્માના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડિરેક્ટર તરીકે અમન મહેતાની નિમણૂંક

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમન મહેતા. - Divya Bhaskar
અમન મહેતા.

જાણીતી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માએ અમન મહેતાની બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. કોલંબિયા યુનિવર્સિટીમાં MBA અને બોસ્ટન યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન થયેલા અમન મહેતા 1 ઓગસ્ટથી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થઈ જશે. તેઓ ટોરેન્ટના પાવર અને ફાર્મા એમ બન્ને સેક્ટરમાં કાર્યરત રહ્યા છે. જેમાં તેમણે અનેક પડકારોનો પણ સામનો કર્યો હતો.

અમન મહેતાએ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં કસ્ટમર ઓરિએન્ટેશન ટ્રાન્સફોર્મેશન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની સાથે સાથે ઓપરેશનલ કાર્યદક્ષતાને વધારવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

તેઓ ટોરેન્ટ ફાર્માના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને કોર્પોરેટ HRની સાથે ઇન્ડિયા બિઝનેસને હેડ કરી રહ્યા હતા. તેમની માર્કેટિંગ કુશળતા અને એનાલિટિકલ કૌશલ્યતાએ અત્યંત સ્પર્ધાત્મક માર્કેટમાં ટોરેન્ટ ઇન્ડિયા બિઝનેસના પર્ફોર્મન્સ અને પ્રોફિબિલિટીને સશક્ત કર્યા છે. અમનની સૌથી પ્રમુખ સિદ્ધિ યુનિકેમ અધિગ્રહણનું કરેલું સફળતાપૂર્વ ઇન્ટિગ્રેશન છે. જેણે કંપની માટે વેલ્યૂ ક્રિએટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...