અમેરિકાની એપલ કંપનીએ દુનિયાભરમાં જાસૂસી માટે ઉપયોગમાં લેવાતો પેગાસસ સ્પાયવૅર બનાવનારી ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રૂપ સામે કેસ કર્યો છે. એપલનો આરોપ છે કે એનએસઓએ તેના યુઝર્સને નિશાન બનાવ્યા.
એપલે એનએસઓ દ્વારા પોતાના કોઇ સોફ્ટવૅર, સર્વિસ કે ડિવાઇસના ઉપયોગ પર રોક લગાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પેગાસસ સ્પાયવૅર દ્વારા વિશ્વના ઘણા દેશોમાં પત્રકારો-નેતાઓ સહિત ઘણા લોકોના ફોનની જાસૂસી કરાયાના આરોપ મુકાયા હતા. ભારતમાં આ મામલે તપાસ માટે સુપ્રીમકોર્ટે સમિતિ રચી છે.
અમેરિકાએ પણ એનએસઓ ગ્રૂપ અને કેન્ડિરુને બ્લેકલિસ્ટ કરી દીધા છે. અમેરિકી વાણિજ્ય વિભાગે બંને કંપનીને ટ્રેડ બ્લેકલિસ્ટમાં સામેલ કરી તેમની સાથે કોઇ પણ પ્રકારની ડીલ પર રોક લગાવી છે. આ કંપનીઓ હવે અમેરિકામાં બિઝનેસ નહીં કરી શકે. એનએસઓ સામે 2019માં ફેસબુકે પણ કેસ કર્યો હતો. ત્યારે એનએસઓ સામે વૉટ્સઍપ યુઝર્સને નિશાન બનાવવાનો આરોપ મુકાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.