સામાજીક સાહસોને ફંડ એકત્રીકરણ કરવા માટે વધુ અવસર પ્રાપ્ત થાય તે ઉદ્દેશ્ય સેબી દ્વારા સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટે ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે. નિયામક દ્વારા રચાયેલા કાર્યકારી જૂથ અને ટેકનિકલ જૂથની ભલામણોના આધાર પર સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) માટે ફ્રેમવર્કની રચના કરવામાં આવી છે.
ભારતમાં સોશિયલ સ્ટોક એક્સચેન્જનો ખ્યાલ નવો છે તેમજ આ બજાર ખાનગી અને નોન પ્રોફિટ સેક્ટર્સ માટે કેપિટલ ચેનલાઇઝ કરીને તેને સેવા પ્રદાન કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2019-20 દરમિયાન તેમની બજેટ સ્પીચ દરમિયાન SSE અંગેના વિચારને રજૂ કર્યો હતો.
સેબી દ્વારા રજૂ કરાયેલા ત્રણ અલગ અલગ નોટિફિકેશન અને નવા નિયમ પ્રમાણે SSE એ હાલના સ્ટોક એક્સચેન્જમાં એક અલગ જ સેગમેન્ટ રહેશે. SSEમાં ભાગ લેવા માટે જે સામાજીક સાહસો પાત્રતા રાખે છે તેમાં એવી નોન પ્રોફિટ સંસ્થાઓ અને સામાજીક સાહસોનો સમાવેશ થશે જેના કેટલાક સામાજીક હેતુઓ હોય.
તે ઉપરાંત સામાજીક હેતુ પર ધ્યાન આપવાના આશય સાથે તે ઇરાદાઓ રજૂ થાય તે પણ એટલું જ આવશ્યક રહેશે. નિયામક દ્વારા લિસ્ટ કરાયેલા 16 વ્યાપક પ્રવૃત્તિઓમાંથી સામાજીક સાહસોએ સામાજીક પ્રવૃત્તિઓમાં કાર્યરત રહેવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.