લીગલ / અનિલ અંબાણી ગુજરાતની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત ખેંચશે

Anil Ambani's Reliance to withdraw defamation cases made in Gujarat court

  • ADAGએ મીડિયા હાઉસિસ, પત્રકારો અને રાજકારણીઓ સામે 28 કેસ કર્યા છે
  • કંપનીના એડવોકેટે સામા પક્ષના વકીલોને કેસ પરત લેવા અંગેની જાણ કરી

divyabhaskar.com

May 21, 2019, 06:11 PM IST

અમદાવાદ: અનિલ અંબાણીની કંપની અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે (ADAG) અખબાર સમૂહો, પત્રકારો અને રાજકારણીઓ સામે અમદાવાદની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. ADAG ગ્રુપની 4 પેટા કંપનીઓ દ્વારા કુલ 28 જેટલા ડેફરમેશનના કેસ કરવામાં આવ્યા હતા. ભારતમાં આવું પહેલી વાર થયું હતું કે કોઈ એક કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં માનહાનીના કેસ કરવામાં આવ્યા હોય. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સામે પણ કેસ કરવામાં આવ્યો હતો અને 2 દિવસ પૂર્વે જ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના એડવોકેટે તેમને આ બાબતે જાણ કરી હતી.

કેસ પરત લેવા અંગે મારા એડવોકેટ સાથે વાત થઇ છે: શક્તિસિંહ
દિવ્યભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે, અનિલ અંબાણીની કંપની મારી સામે કરેલો કેસ પરત ખેચવાની છે અને તે માટેની પ્રક્રિયા પણ શરુ કરી છે. આ અંગેની જાણકારી ADAGના વકીલે મારા વકીલને આપી છે.

અનિલ અંબાણીની કંપનીએ રૂ. 72,000 કરોડના કેસ કરેલા છે
અમદાવાદની સિવિલ કોર્ટમાં અલગ અલગ લોકો સામે માનહાનીના જે દાવા ADAG ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે તેની કુલ રકમ અંદાજે રૂ. 72,000 કરોડ જેવી થાય છે. આ રકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટવર્થ કરતા પણ વધુ છે અને રાફેલની ડીલ કરતા 100 ગણી વધારે છે.

X
Anil Ambani's Reliance to withdraw defamation cases made in Gujarat court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી