તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Anil Ambani Tells Court: My Wife And Family Make A Living, I Am Selling Jewelery And Paying Lawyers' Fees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવાળિયા:અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું- મારું ગુજરાન પત્ની અને પરિવાર કરે છે, ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યો છું

અમદાવાદ8 મહિનો પહેલા
 • ત્રણ ચાઇનીઝ બેન્કે અનિલ અંબાણી સામે UKની કોર્ટમાં કેસ કર્યો છે
 • અનિલ અંબાણીએ કહ્યું- મારી પાસે હાલમાં માત્ર એક જ કાર છે

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. વકીલોની ફી ચૂકવવા માટે તેમણે પોતાનાં ઘરેણાં વેચવા પડ્યાં છે. અનિલે કોર્ટને કહ્યું હતું કે મારી પાસે આવકનું કોઈ સાધન નથી અને હાલમાં મારી પત્ની અને પરિવાર મારું ગુજરાન કરી રહ્યાં છે. ખર્ચને પહોચી વળવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માગે છે અને કોર્ટ તેની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે.

ઘરેણાં વેચીને રૂ. 9.9 કરોડ મેળવ્યા
લંડનની કોર્ટમાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી અને જૂન 2020 વચ્ચે ઘરેણાં વેચીને તેમણે રૂ. 9.9 કરોડ મેળવ્યા છે અને હવે તેની પાસે કીમતી કહી શકાય તેવી કોઈ ચીજ નથી. જયારે કોર્ટે અનિલને લક્ઝરી ગાડીઓ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મીડિયામાં આવતા આ બધા સમાચારો ખોટા છે, મારી પાસે ક્યારેય રોલ્સ-રોઈસ હતી જ નહિ. અત્યારે મારી પાસે માત્ર એક જ કાર છે. પ્રાઈવેટ હેલિકોપ્ટર અંગે તેમણે કહ્યું હતું કે હું તેનો વ્યક્તિગત વપરાશ કરું છું ત્યારે જ તેના માટે ચુકવણી કરું છું.

1 જાન્યુઆરી, 2020ના રોજ બેંકનું બેલેન્સ 20.8 લાખ હતું
અદાલતને ખબર પડી કે 31 ડિસેમ્બર 2019 સુધીમાં અંબાણીનું બેંક બેલેન્સ 40.2 લાખ રૂપિયા હતું અને તે 1 જાન્યુઆરી 2020ના રોજ ઘટીને 20.8 લાખ રૂપિયા પર આવી ગયું હતું. અનિલ અંબાણીએ અદાલતમાં કહ્યું હતું કે તેમની ગણના ભારતના સૌથી ધનિક લોકોમાં થતી હતી, પરંતુ હવે તેની પાસે 1,10,000 ડોલરનું માત્ર એક આર્ટવર્ક છે.

12 જૂન સુધીમાં ચીનની બેંકોને લોન ચૂકવવાની હતી
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશને ચીનની ત્રણ સરકારી બેંકો પાસેથી કોર્પોરેટ લોન લીધી હતી. જોકે કંપની આ લોન ચૂકવવામાં નિષ્ફળ ગઈ. બ્રિટિશ હાઇકોર્ટે 22 મે 2020ના રોજ પસાર કરેલા આદેશમાં અંબાણીને 12 જૂન સુધીમાં ચીનની બેન્કોના 71.69 કરોડ ડોલર અથવા રૂ. 5,281 કરોડની લોન ચૂકવવા કહ્યું હતું. તે જ રીતે, અંબાણીને 50,000 પાઉન્ડ એટલે કે લગભગ સાત કરોડ રૂપિયા કાનૂની ખર્ચ તરીકે ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.

આ બેંકો પાસેથી લીધી હતી લોન

 • ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના, મુંબઈ બ્રાન્ચ
 • ચાઈના ડેવલપમેન્ટ બેન્ક
 • એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈના
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો