રિલાયન્સ રિટેલ પોતાનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ટીરા લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેની સાથે જ તે પોતાના ઓફલાઈન સ્ટોર પણ શરૂ કરશે. પહેલો ઓફલાઈન ટીરા સ્ટોર મુંબઈમાં એપ્રિલમાં ખુલશે. તેના પછી સમગ્ર દેશમાં 'શોપ-ઈન-શોપ' અને સ્ટેન્ડઅલોન બંનેમાં તેને વધારશે. ઈન્ડસ્ટ્રી ચેમ્બર FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રિલાયન્સ રિટેલના ડાયરેક્ટર સુબ્રમણ્યમ વીએ તેની જાણકારી આપી હતી.
મેકઅપ, સ્કીન કેર, હેર કેર પ્રોડક્ટ મળશે
ટીરામાં મેકઅપ, સ્કીન કેર, હેર કેર, બાથિંગ, ફ્રેગનેન્સિઝ, મેન્સ બ્યૂટી અને લક્ઝરી સેક્શનના પ્રોડક્ટ મળશે. અત્યારે આ પ્લેટફોર્મ રિલાયન્સના તમામ કર્મચારીઓ માટે ખુલ્લું છે, પરંતુ ટૂંક સમયમાં જ સામાન્ય લોકો માટે પણ તે ઓપન કરવામાં આવશે. ટીરા સ્ટોર્સ વર્ચ્યુઅલ ટ્રાઈ-ઓન અને કસ્ટમાઈઝ્ડ રિકમેન્ડેશન જેવા અનેક ટેક્નિકલ ઈન્ટરવેન્શન ઓફર કરશે. લક્ઝરી પ્રોડક્ટની ટીરા રેડ નામની એક સ્પેશિયલ કેટેગરી હેઠળ રિટેલ વેચાણ કરવામાં આવશે.
બ્યૂટી સેગમેન્ટના મોટા પ્લેયર્સમાંથી એક રિલાયન્સ
સુબ્રમણ્યમ વીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ રિટેલ બ્યૂટી સેગમેન્ટના મોટા પ્લેયરમાંથી એક છે. અમે પહેલાથી જ પર્સનલ કેર, હેર કેરમાં હાજરી છે. અમે લેકમેના સૌથી મોટા ગ્રાહક છીએ. હવે અમે બ્યૂટી માટે એક પ્રકારની સ્પેશિયલ ચેનલ લાવવા જઈ રહ્યાં છીએ. રિલાયન્સ રિટેલે છેલ્લા કેટલાક વર્ષોમાં મનીષ મલ્હોત્રા અને રિતુ કુમાર સહિત અનેક બ્રાન્ડમાં રોકાણ કર્યું છે.
રિલાયન્સ રિટેલે ગત વર્ષે મેકઅપ અને પર્સનલ કેર બ્રાન્ડ ઈનસાઈટ કોસ્મેટિકમાં કન્ટ્રોલિંગ સ્ટેક ખરીદ્યા હતા. ટીરાની સીધી હરીફાઈ નાયકા, એસએસ બ્યૂટી અને ટાટા ક્લિક પેલેટ સહિત અનેક મલ્ટી બ્રાન્ડ બ્યૂટી રિટેલર્સ સાથે થશે.
બ્યૂટી અને પર્સનલ કેર માર્કેટમાં ભારત ચોથા નંબર પર
સ્ટેટિસ્ટાના 2021ના એક અહેવાલ મુજબ બ્યૂટી અને પર્સનલ કેર માર્કેટ દ્વારા રેવેન્યૂ જનરેશનમાં ભારત ચોથા નંબરે છે. ભારતથી આગળ ફક્ત અમેરિકા, ચીન અને જાપાન છે. ધારણાં છે કે, આગામી કેટલાક વર્ષોમાં ઓનલાઈન વેચાણ 18.2% વધશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.