• Gujarati News
  • Business
  • An Increase Of 90 Basis Points In Loan Rates While An Average Increase Of Only 20 Bps In Deposits

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:લોન રેટમાં 90 બેઝિસ પોઈન્ટ જ્યારે ડિપોઝિટમાં સરેરાશ માત્ર 20 bpsનો વધારો

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 4 મેના રોજ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. આના પરિણામે, લોન અને ડિપોઝિટના દરો સમાન રીતે વધવા જોઈએ. જો કે, આવું બન્યું ન હતું. બેન્કોએ લોનને મોંઘી કરવામાં ઉદારતા દાખવી, પરંતુ થાપણોના દરમાં વધારો કરવામાં આળસ કરી છે.

દૈનિક ભાસ્કરે દેશની ટોચની બેન્કોના હોમ લોનના દરો અને ફિક્સ્ડ ડિપોઝિટના દરોની તપાસ કરી છે. જેમાં જાહેર થયુ છે કે, 4 મેના રોજ રેપો રેટમાં પ્રથમ વધારો કર્યા પછી, 17 બેન્કોએ તેમની હોમ લોન મોંઘી કરી દીધી છે. જ્યારે માત્ર 11 બેન્કોએ જ થાપણોના દરમાં વધારો કર્યો છે. તેમાં પણ બેન્કોએ લોનના દરમાં વધારો કરતા તેમાં 50 થી 90 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં 10 થી 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના હોમ લોનના દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. પરંતુ માત્ર ફિક્સ્ડ ડિપોઝિટમાં નીચા 0.20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ખાનગી બેન્કોમાં આ તફાવત વધુ છે. હોમ લોનમાં એક્સિસ બેન્ક 95 bps, ICICI બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક 90 bps અને HDFC 85 bps વધ્યા છે. જ્યારે આ બેન્કોએ FDના દરમાં માત્ર 15 કે 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

ટોપ-20 બેન્કોમાંથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા એકમાત્ર બેન્ક છે, જેણે ફિક્સ ડિપોઝીટના દરમાં વધારો કરતી વખતે હોમ લોનના દરને સ્થિર રાખ્યા છે. એ જ રીતે, IDBI બેન્કે હોમ લોન અને ડિપોઝિટના દર બંનેમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આગામી સમયમાં ડિપોઝિટ પરના વ્યાજ દરો વધશે
1 વર્ષથી 3 વર્ષની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો 4.40 થી 5.60ની રેન્જમાં સ્થિર છે. મોટાભાગના કિસ્સાઓમાં, માર્ચની સરખામણીમાં 10-25 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. 2 રાઉન્ડમાં રેપો રેટમાં 90 બેસિસના વધારાનો લાભ હજુ સુધી ગ્રાહકોને સંપૂર્ણ રીતે આપવામાં આવ્યો નથી. > -આદિલ શેટ્ટી, CEO, બેન્ક બજાર

અન્ય સમાચારો પણ છે...