બીટકોઈન ઈટીએફનો દબદબો:બિટકોઈનના ઇટીએફની આકર્ષક શરૂઆત, બીજું સૌથી વધુ ટ્રેડ થતું ફંડ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાનું પ્રથમ બિટકોઇન આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ની શરૂઆત આકર્ષક રહી છે. તેની શરૂઆતથી બીજા ક્રમે સૌથી વધુ વેપાર કરતું ફંડ બન્યું છે. ક્રિપ્ટોકરન્સી માટે આ એક મહત્વપૂર્ણ સંકેત છે. બિટો ટિકર હેઠળ ટ્રેડેડ પ્રોશેર્સ બિટકોઇન સ્ટ્રેટેજી ઇટીએફ પ્રથમ દિવસે 4.9% વધીને $ 41.94 (3141 રૂપિયા) થયો છે.

પ્રથમ દિવસે, 2.4 કરોડથી વધુ શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેનું ટર્નઓવર 1 અબજ ડોલર (7489 કરોડ રૂપિયા) નોંધાયું હતું. આ મામલે બિટો બ્લેક રોક કાર્બન ફંડ બાદ બીજા ક્રમનું ટોચનુ ઈટીએફ ફંડ બન્યું છે. બિટકોઈન સાપ્તાહિક 16.68 ટકા ઉછાળો નોંધાવા સાથે ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યો છે.

હાલ 64420.97 ડોલર પર ટ્રેડેડ છે. જે ઓલટાઈમ હાઈ 64863.10થી માત્ર 442.13 ડોલર દૂર છે. ઉપરાંત અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ ઉછાળો નોંધાયો છે. ઈથેરિયમમાં સાપ્તાહિક 13.70 ટકા, પોલ્કાડોટમાં 18.90 ટકા, લાઈટકોઈનમાં 9.97 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

ભારતીયો માટે રોકાણ કરવાનો માર્ગ મોકળો
વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો માર્કેટમાં ખાસ કરીને બિટકોઈનમાં ભારતીયોનું રોકાણ ઉલ્લેખનીય છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ખાતે બિટકોઈન ઈટીએફ ટ્રેડિંગ થતાં ભારતમાં બિટકોઈન અંગે સરકાર નરમ વલણ દાખવે તેવો આશાવાદ માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. ઈટીએફની મદદથી ભારતીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેમટાં રોકાણ કરી શકશે. ઈટીએફ પર પ્રતિબંધ ન હોવાથી ક્રિપ્ટોકરન્સી ફ્યુચર્સ આધારિત ઈટીએફમાં રોકાણ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...