રિયલ એસ્ટેટ સેક્ટર:41 શહેરોમાં મકાનના ભાવ અમદાવાદમાં સૌથી વધુ 14% વધ્યા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ ઝડપી રહ્યો છે જેના પરિણામે ગયા નાણાકીય વર્ષ (2021-22) દરમિયાન દેશના 41 શહેરોમાં મકાનોની કિંમતોમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન પાંચ શહેરોમાં હાઉસિંગ પ્રોપર્ટીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાર શહેરો એવા છે જ્યાં ઘરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. નેશનલ હાઉસિંગ બેંક (NHB) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રાઇસ ઇન્ડેક્સ રેસીડેક્સના અહેવાલમાં દર્શાવ્યું છે.

NHB રેસીડેક્સ અનુસાર દેશના આઠ મહાનગરોમાં ઘરની કિંમતોમાં વાર્ષિક ધોરણે 0.9 થી 13.8 ટકાનો વધારો થયો છે. બીજી તરફ નવી મુંબઈ જેવા વિસ્તારોમાં હાઉસિંગ પ્રોપર્ટી 5.9% સસ્તી થઈ છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે 50 શહેરો માટેનો રેસીડેક્સ ઇન્ડેક્સ 2.6% વધ્યો છે જે અગાઉના ક્વાર્ટરમાં 1.7% વધ્યો હતો. ઇન્ડેક્સ અનુસાર જૂન 2021 પછી દર ત્રિમાસિક ગાળામાં મકાનોની કિંમતોમાં વધારો થયો છે.

હાઉસિંગ ફાઇ.કંપનીએ 11% વૃદ્ધિ હાંસલ કરી
ગત નાણાવર્ષમાં હાઉસિંગ સેક્ટરમાં તેજી સાથે બિલ્ડરો-ડેવલપર્સ સિવાય ખાનગી મકાનોના બાંધકામ સાથે HFCsએ વાર્ષિક ધોરણે 11% વૃદ્ધિ નોંધાવી છે. સમયગાળા દરમિયાન બેંકોનો વિકાસ દર 7% નોંધાયો હતો. હાઉસિંગ ફાઇ. કંપનીઓએ પણ દેશના હાઉસિંગ ફાઇ. સેક્ટરમાં તેમનો હિસ્સો વધાર્યો 36 ટકાથી વધારીને 37 ટકા કર્યો છે. એજન્સી કેરએજના અહેવાલ મુજબ નીચા વ્યાજ દરો-વર્ચ્યુઅલ મેક્રો ઇકોનોમિક કંડીશન માં સુધારો થવાથી ફાયદો થયો છે.

અન્ય સમાચારો પણ છે...