તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • AMFI Has Listed Six Stocks, Including Yes Bank, In The Largecap Category, With A Large Share Of 76.38 Per Cent In The BSE Marketcap.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવું વર્ગીકરણ:AMFIએ યસ બેન્ક સહિત છ શેર લાર્જકેપ કેટેગરીમાં સામેલ કર્યા, BSE માર્કેટકેપમાં લાર્જકેપ્સનો હિસ્સો 76.38 ટકાનો

મુંબઇ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુચ્યુઅલ ફંડ્સના સંગઠન એમ્ફીએ કંપનીઓના માર્કેટકેપના આધારે નવું વર્ગીકરણ જારી કર્યું છે. તેમાં યસ બેન્ક અને અદાણી એન્ટરપ્રાઇસિસ સહિત છ સ્ક્રીપ્સને લાર્જકેપમાં સમાવિષ્ઠ કરાયા છે. આ ફેરફાર આગામી છ માસ સુધી લાગુ પડશે. આ વર્ગીકરણ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓએ ઇક્વિટી ફંડ યોજનાઓ તૈયાર કરવી પડે છે.

સેબીના નિયમ અનુસાર ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓએ દર છ મહિને કંપનીઓનું વર્ગીકરણ કરવાનું રહે છે. તેમાં માર્કેટકેપના સંદર્ભમાં ટોચની 100 કંપનીઓને લાર્જકેપમાં, ત્યારપછી 250 કંપનીઓને મિડકેપમાં અને બાકીની કંપનીઓને સ્મોલકેપમાં મૂકવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, લાર્જકેપ કંપનીઓની સંખ્યા 100 છે. પરંતુ કુલ માર્કેટકેપમાં તેમનો હિસ્સો 76.38 ટકાનો છે. જ્યારે 250 મિડકેપ કંપનીઓનો બીએસઇના કુલ માર્કેટકેપમાં હિસ્સો 15.41 ટકા છે.

લાર્જકેપમાં 6 કંપનીનો સમાવેશ

  • લાર્જકેપ શ્રેણીમાં જે છ નવી કંપનીઓના સમાવેશ કરાયો છે તેમાં યસ બેન્ક, ગ્લેન્ડ ફાર્મા, અદાણી એન્ટરપ્રાઇસિસ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, જ્યુબિલન્ટ ફુડવર્ક્સ અને હિન્દુસ્તાન એગ્રોનો સમાવેશ કરાયો છે.
  • લાર્જકેપમાંથી આઉટ છ કંપનીઓ: બીજી તરફ લાર્જકેપ કેટેગરીમાંથી બહાર કઢાયેલી કંપનીઓમાં કોન્કોર ઇન્ડિયા, એનએમડીસી, એમઆરએફ, યુનાઇટેડ બ્રુવરીઝ, જીઆઇસી ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને મેક્સ હેલ્થકેરનો સમાવેશ થાય છે.
  • સ્મોલકેપમાંથી મિડકેપમાં પ્રમોશન: સ્મોલકેપ કેટેગરીમાંથી પ્રમોટ કરીને જે કંપનીઓને મિડકેપ કેટેગરીમાં ખસેડાઇ છે તેમાં લૌરસ લેબ, ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશ, ડિક્સન ટેક્નોલોજી, નવીન ફ્લોરીન, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, દીપક નાઇટ્રાઇટ, બોમ્બે બર્મા, સુવેન ફાર્મા, પીએન્ડજી હેલ્થેકેર, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser