ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને તેણે સંલગ્ન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પાયાથી જ નોકરી માટે તૈયાર કરવાના હેતુથી અમેરિકાની ગુજરાતી ગ્લોબલ પ્રોડક્ટ્સ એન્જિનિયરિંગ અને આઇટી કન્સલ્ટિંગ કંપની આરવ સોલ્યુશન્સે આજે ગુજરાતમાં ફ્રેશ ગ્રેજ્યુએટ અને યુવા વ્યાવસાયિકો માટે સૌથી આધુનિક ઇન્ટર્નશિપ પ્રોગ્રામ Adptx લેબ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
ઇન્ડસ્ટ્રીઝમાં આવતા ફેરફરોથી યુવાનો જાણકાર થશે
આરવ સોલ્યુશન્સના ફાઉન્ડર રાજ દરજીએ જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીઝમાં રોજ નવા નવા ફેરફાર થતાં રહે છે. અભ્યાસ બાદ કોઈ યુવાન નોકરી શરૂ કરે તે સામે દરમિયાન થયેલા બદલાવ સાથે તે ઝડપી તાલમેલ લાવી શકે તે રીતે આ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે. પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓની મોટી ટકાવારી હજુ પણ નોકરી માટે તૈયાર નથી અને આ કાર્યક્રમ તે અંતરને દૂર કરશે. આ વિદ્યાર્થીઓ માત્ર નોકરી માટે તૈયાર નહીં બને પરંતુ તેમની પાસે તકનીકી નવીનતાઓ બનાવવાની, ઉભરતી તકનીકો સાથે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓનું નિરાકરણ કરવાની ક્ષમતા પણ હશે.
પ્લેસમેન્ટ માટે કંપનીઓ, IT એસોસિએશન સાથે જોડાણ
રાજ દરજીએ જણાવ્યું કે, Adptx લેબ્સ પાછળ અમારો ઇરાદો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર માટે ટેલેન્ટ પૂલ અને જોબ-રેડી પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે. અમારા પ્રોગ્રામ પૂરો કરનાર યુવાનને અમે અમારી કંપનીમાં નોકરી આપીશું. આ ઉપરાંત પ્લેસમેન્ટ માટે અલગ અલગ IT કંપનીઓ તેમજ ગુજરાતના IT એસોસિએશન ગેસિયા સાથે પણ જોડાણ કરવામાં આવશે.
ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રોગ્રામ શરૂ કર્યો
કંપનીના ડિરેક્ટર ધવલ સંઘવીએ કહ્યું કે, આરવ સોલ્યુશન્સે તેના ફેમિલી ટ્રસ્ટ જગદીશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને ગયા વર્ષે ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ માટે સંવેદ (SANVID) નામથી એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એડ-ટેક પહેલનો ઉદ્દેશ્ય વર્તમાન તબક્કામાં ગ્રામીણ ગુજરાતના શાળાના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર શિક્ષણ, ડિજિટલ ટેક્નોલોજી, જીવન કૌશલ્ય, ભાષા કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસમાં સમાન શિક્ષણની તકો પૂરી પાડવાનો છે અને સમગ્ર દેશમાં તેને લાગુ કરવાની ક્ષમતા ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.