ભવિષ્યની કરન્સી:અમેરિકાઃ ક્રિપ્ટોકરન્સી અશ્વેતોની તાકાત બની રહી છે, 44% લોકોએ રોકાણ કર્યું

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં અશ્વેતો અલગ ઓળખ બનાવવા નવો માર્ગ અપનાવી રહ્યા છે. તેઓ કરન્સીની મદદથી ભેદભાવ અને શોષણ વિરુદ્ધ સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે. ગયા વર્ષે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અશ્વેતોના ચોથા વાર્ષિક બ્લોકચેઈન અને ક્રિપ્ટોકરન્સી શિખર સંમેલનમાં આશરે 1500 લોકોએ આ નવી કરન્સી વિશે વાત કરી હતી.

આ સંમેલનમાં ક્રિસ્ટોફર મેપોનડેરાએ કહ્યું કે, અમે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણા લોકોનું જીવન સ્તર સુધારવાત ઈચ્છીએ છીએ. કોરોના વાઈરસ મહામારી વખતે અશ્વેત ક્રિપ્ટો બિઝનેસમેન, શિક્ષણવિદો, માર્કેટનિષ્ણાતો સહિત અનેક લોકો એ વિચાર સાથે ભેગા થયા હતા કે અશ્વેત અમેરિકાને ક્રિપ્ટોકરન્સી જેવા વરદાનની જરૂર છે. આ સંમેલનના આયોજકોએ અશ્વેતોને ક્રિપ્ટોકરન્સી મોકલવા માટે બિલમારી નામની સેવા શરૂ કરી છે.

સર્વેક્ષણો કહે છે કે બીજા સમાજોની તુલનામાં અશ્વેતો ક્રિપ્ટોકરન્સીમાં વધુ રોકાણ કરી રહ્યા છે. શિકાગો યુનિવર્સિટીના નેશનલ ઓપિનિયન રિસર્ચ સેન્ટર દ્વારા જૂનમાં એક સરવે પ્રમાણે, ક્રિપ્ટોમાં રોકાણ કરનારા 44% અશ્વેતો છે. એપ્રિલમાં હેરિસ પોલે કહ્યું હતું કે, ફક્ત 16% અમેરિકનો પાસે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ છે, જ્યારે અમેરિકાના 18% અશ્વેતો પાસે ક્રિપ્ટોકરન્સી છે. ડિજિટલ રોકડ ક્રિપ્ટોકરન્સીને સરકારની માન્યતા નથી. આમ છતાં, બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી ક્રિપ્ટોકરન્સીમાં લેવડદેવડ થાય છે.

અમેરિકામાં અશ્વેતોની જુદી નાણાકીય સિસ્ટમ બનાવવાની વાત ઘણાં વર્ષોથી ચાલે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા સાથે હાર્વર્ડ લૉ કોલેજમાં ભણતા એક્ટર હિલ હાર્પર બ્લેક વૉલ સ્ટ્રીટ, ડિજિટલ વૉલેટ, ક્રિપ્ટો ટ્રેડિંગ સર્વિસ માટે અવાજ ઉઠાવે છે. આ વર્ષે લોકપ્રિય મની ટ્રાન્સફર સર્વિસ કેશ એપે બિટકોઈન ખરીદવાનો વિકલ્પ સામેલ કર્યો, તો તેની સાથે અશ્વેત અમેરિકન રેપ ગાયિકા મેગન થે સ્ટાલિયનનું નામ જોડાયું. મેગને બિટકોઈન ફોર હોટીઝ એડ પણ કરી છે.

આર્થિક અસમાનતાના કારણે ક્રિપ્ટોકરન્સીમાં અશ્વેતોનો ઝોક વધ્યો છે. 2019માં ફેડરલ રિઝર્વની ગણતરી પ્રમાણે, અમેરિકામાં સરેરાશ શ્વેત પરિવારની સંપત્તિ આશરે દોઢ કરોડ રૂપિયા હતી. આ આંકડો અશ્વેતો કરતાં આઠ ગણો વધુ અને લેટિન અમેરિકન દેશોમાંથી આવેલા પરિવારોની સંપત્તિથી પાંચ ગણો વધુ છે. બીજા કેટલાક અનુમાન એક ધૂંધળી તસવીર પણ રજૂ કરે છે. જો આ ટ્રેન્ડ જારી રહેશે, તો 2053 સુધી અશ્વેત પરિવારોની સંપત્તિ શૂન્ય થઈ જશે.

એક વર્ષમાં રૂ. 600 કરોડનાં કૌભાંડ સામે આવ્યાં
બહુ ઓછા લોકો જાણે છે કે ડિજિટલ કરન્સી ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં ઘણો ખતરો છે આમ છતાં, લોકો જોખમ ખેડે છે. મેમાં ફેડરલ એજન્સીએ કહ્યું હતું કે, ઓક્ટોબર 2020 સુધી આશરે સાત હજાર લોકોએ ક્રિપ્ટોકરન્સી સંબંધિત કૌભાંડોમાં રૂ. 600 કરોડનું નુકસાન થયાની ફરિયાદ કરી છે. તે પાછલા વર્ષની તુલનામાં 12 ગણી વધુ છે. આ નુકસાન પ્રતિ વ્યક્તિ આશરે રૂ. દોઢ લાખ છે.

અન્ય સમાચારો પણ છે...