ઇક્વિટી માર્કેટની તેજી સાથે રોકાણકારોની સંપત્તિમાં પણ જંગી વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં રોકાણકારોની કમાણી કરવામાં મોખરે રહ્યાં હતા. મોતીલાલ ઓસાવલ ફાઇનાન્સિયલ સર્વિસીસના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 2017 અને 2022 ની વચ્ચે સંપત્તિ સર્જક તરીકે ટોચ પર હતી.
આ સમયગાળા દરમિયાન, દેશની ટોચની 100 લિસ્ટેડ કંપનીઓએ 92.2 લાખ કરોડ રૂપિયાની સંપત્તિની કમાણી કરાવી હતી. જેમાં 13.02 લાખ કરોડ માત્ર રિલાયન્સે કરોડો રૂપિયાની કમાણી કરી. તેનું વાર્ષિક સરેરાશ વળતર 32% હતું. અદાણી ટ્રાન્સમિશન સૌથી ઝડપી રિટર્ન આપવામાં ટોચ પર રહ્યું. તેણે વાર્ષિક 106% રિટર્ન આપ્યું. બીજી તરફ, અદાણી એન્ટરપ્રાઈઝ સતત મજબૂત રિટર્ન આપવાના સંદર્ભમાં ટોચ પર છે. છેલ્લા 5 વર્ષમાં તેણે 97%ના દરે રિટર્ન આપ્યું છે.
આ સમયગાળા દરમિયાન TCSએ રૂ. 9,548 કરોડની સંપત્તિ બનાવી છે. આ સિવાય ઇન્ફોસિસ 5,795 કરોડ રૂપિયા સાથે સંપત્તિ સર્જક શેરોની આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તદ્ઉપરાંત એચડીએફસી બેન્ક રૂ. 4,108 કરોડ અને બજાજ ફાઇનાન્સ રૂ. 3,614 કરોડ સાથે યાદીમાં સામેલ છે.
અદાણી ટ્રાન્સમિશન, જેણે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2,538 કરોડનો વધારો કર્યો છે, તે આ યાદીમાં ટોચના 10માં સ્થાન મેળવનારી એકમાત્ર કંપની છે. 106 ટકાના પાંચ વર્ષના CAGR સાથે, અદાણી ટ્રાન્સમિશન આ સમયગાળા દરમિયાન સૌથી ઝડપી સંપત્તિ સર્જક હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.