તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Amazon Enters Into Food Delivery Business, Launches From Bangalore, Will Clash Directly With Zomato And Swiggy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી શરૂઆત:એમેઝોન ફૂડ ડિલીવરી બિઝનેસમાં ઉતરી, બેંગલોરથી કરી શરૂઆત, ઝોમેટો અને સ્વિગી સાથે થશે સીધી ટક્કર

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100થી વધુ રેસ્ટોરન્ટ્સ સાથે જોડાણ કર્યું, હાલ ચાર પિનકોડથી વ્યવસાય શરૂ કર્યો
  • ઝારખંડમાં ઝોમેટો અને સ્વિગીને દારૂની હોમ ડિલિવરી કરવાની મંજુરી મળી

લોકડાઉનની વચ્ચે, ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન ઇન્ડિયાએ લોકોને સ્વાદિષ્ટ ખોરાક પ્રદાન કરવા માટે ફૂડ ડિલિવરીના વ્યવસાયમાં પગલું ભર્યું છે. કંપનીએ આ સેવા બેંગલુરુમાં શરુ કરી છે. એમેઝોનની મુખ્ય સ્પર્ધા આ સેગમેન્ટની મોટી કંપનીઓ, ઝોમેટો અને સ્વિગી સામે છે.  એમેઝોન ઇન્ડિયા ઘણા મહિનાઓથી તેની ફૂડ ડિલિવરી સર્વિસનું ટ્રાયલ કરી રહ્યું હતું. કંપનીએ તે સમયે આ બિઝનેસમાં ઉતારી છે જ્યારે ઝોમેટો અને સ્વિગીએ કોરોનાના પગલે 1600થી વધુ કર્મચારીઓને બરતરફ કરવાની જાહેરાત કરી હતી. એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે ઘણા ગ્રાહકોએ અમને કહ્યું કે તેઓ અન્ય આવશ્યક ચીજો સાથે એમેઝોન પર તૈયાર ખોરાક ઓર્ડર કરવા માંગે છે. આ સેવા તે સમયે સુસંગત છે જ્યારે લોકો ઘરોમાં સલામત રહેવા માંગે છે. એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે નવી સેવાનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને મદદ કરવાનો છે. જોકે, કંપનીએ ભારતીય બજારમાં તેની વિસ્તરણ યોજના જાહેર કરી નથી.

સેવાઓ ચાર પિનકોડમાં શરૂ થઈ
એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ હાલમાં જ બેંગ્લોરમાં ચાર પિનકોડમાં આ સેવા શરૂ કરી છે. આ ચાર પિનકોડ મહાદેવપુરા, મરાઠાલી, વ્હાઇટફિલ્ડ અને બાયલેન્ડુરના છે. આ પિનકોડમાં 100થી વધુ રેસ્ટોરન્ટ્સ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. તેમાં બોક્સ-8, ચાય પોઇન્ટ, ચાયોસ, ફાસોસ, મેડ ઓવર ડોનટ્સ સહીત રેડીસન અને મેરીયોટ જેવી હોટલ ચેન પરના રેસ્ટોરન્ટ્સ શામેલ છે. એમેઝોનએ તમામ રેસ્ટોરાં અને ક્લાઉડ કિચનને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પ્રમાણપત્ર જારી કર્યું છે.

ઝોમેટો અને સ્વિગી સામે મોટો પડકાર
ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ માટે ફૂડ ડિલીવરી બિઝનેસમાં એમેઝોનની એન્ટ્રી મુખ્ય પડકાર હશે. અત્યારે આ બંને કંપનીઓ ભારતમાં ફૂડ ડિલિવરી માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય બજારમાં તેની સ્થિતિ મજબૂત બનાવવા માટે ઝોમેટોએ આ વર્ષની શરૂઆતમાં ઉબેર ઇટસનો ભારતીય વ્યવસાય હસ્તગત કર્યો હતો. જોકે, 25 માર્ચથી લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને રેસ્ટોરન્ટના વ્યવસાય પર તેની અસરને કારણે ઝોમેટો અને સ્વિગીને તેમના વ્યવસાયનું માળખું બદલવાની ફરજ પડી છે.

સ્વિગી-ઝોમેટોએ ઝારખંડમાં દારૂની હોમ ડિલિવરી શરૂ કરી
બીજી તરફ, સ્વિગી અને ઝોમેટોએ ગુરુવારે કહ્યું હતું કે ઝારખંડ સરકાર પાસેથી તેઓને દારૂની હોમ ડિલીવરીની મંજૂરી મળી છે. બંને કંપનીઓએ આ સેવા રાજધાની રાંચીથી શરૂ કરી છે. સ્વિગીની એપ્લિકેશનને અપડેટ કરીને વાઇન શોપ કેટેગરી દ્વારા વાઇનને ઓર્ડર આપી શકાય છે. ઝોમેટોના પ્રવક્તાએ કહ્યું કે અમે ઝારખંડના વધુ સાત શહેરોમાં આ સેવા ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઝારખંડમાં બુધવારથી દારૂની દુકાનો ખુલી છે. દારૂની હોમ ડિલિવરી કરવા માટે બંને કંપનીઓ અનેક રાજ્યો સાથે વાતચીત કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser