અમેરિકાની બે બેંક બંધ થયાની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે સેન્સેક્સ 897 પોઈન્ટ ઘટી 58,237 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 257 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે 17,155 સ્તરે બંધ થયો.
આ ઘટાડાના કારણે રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 258.95 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે તે 262.64 લાખ કરોડ રૂપિયા હતી. આજે ઘટાડામાં બેંકિંગ અને ઓટો સેક્ટર સૌથી આગળ છે.
ગ્લોબલ સરફેસિઝનો IPO ખુલ્યા
આજે ગ્લોબલ સરફેસિઝનો ઈનિશિયલ પબ્લિક ઑફર (IPO) સબ્સક્રિપ્શન માટે ઓપન થવા જઈ રહ્યો છે. કંપનીનો IPOને 15 માર્ચ, 2023 સુધી સબ્સક્રાઇબ કરી શકાય છે. ગ્લોબલ સરફેસિઝના IPOની શેર દીઠ ઈશ્યુ પ્રાઇસ 133-140 રૂપિયા છે. આ IPO માટે 100 શેરની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અપર પ્રાઇઝ બેન્ડથી જોવામાં આવે તો આ IPO પર દાવ લગાવવા માટે રોકાણકારોને ઓછામાં ઓછા 14,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
આજે યસ બેંકના શેર વેચવા પર લાગેલો પ્રતિબંધ હટાવાયો
ખાનગી રોકાણકારો અને ETF પર યસ બેંકના શેરોને ત્રણ વર્ષ સુધી વેચવા પર લાગેલો ભારતીય રિઝર્વ બેંક (RBI)નો પ્રતિબંધ (લોક-ઈન સમયગાળો) આજે ખતમ થઈ રહ્યો છે. 3 વર્ષ પહેલા સરકારે યસ બેંક લિમિટેડની પુન:રચનાની નોટિફિકેશન બહાર પાડી હતી. તેના મુજબ યસ બેંકના શેર હોલ્ડર્સ 3 વર્ષ સુધી પોતાના શેર વેચી શકતા નહતા.
પુન:રચનામાં આ શરત રાખવામાં આવી હતી કે, જો તમે યસ બેંકના 100થી વધારે શેર ખરીદ્યા છે, તો તેમાથી 75% ભાગીદારીને 3 વર્ષ માટે લોક ઈન કરી દેવામાં આવશે. એટલે કે ત્રણ વર્ષ સુધી તમે આ શેર વેચી નહીં શકો. જો કે, જો કોઈ રોકાણકાર પાસે 100થી ઓછા શેર છે, તો તેઓ પોતાના તમામ શેર વેચી શકતા હતા.
શુક્રવારે ઘટાડા સાથે બંધ થયો હતો બજાર
ભારતી શેર બજારમાં શુક્રવારે એટલે કે 10 માર્ચના રોજ ઘટાડો જોવા મળ્યો હતો. 671 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 59,135ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 176 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે, 17,412ના લેવલ પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બજારમાં પણ મંદી જોવા મળી હતી. ડાઉ જોન્સ 1.07%, S&P 500માં 1.45% ગગડ્યો. ટેક હેવી નાસ્ડેક 1.46%ના ઘટાડા સાથે બંધ થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.