તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘી થશે હવાઈ મુસાફરી:એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો, જાણો એપ્રિલ મહિનાથી કેટલા ચુકવવા પડશે પૈસા

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જોકે કેટલાક મુસાફરોને પેમેન્ટમાંથી છુટ આપવામાં આવી છે - Divya Bhaskar
જોકે કેટલાક મુસાફરોને પેમેન્ટમાંથી છુટ આપવામાં આવી છે
  • ઘરેલુ મુસાફરો માટે એવિએશન સિક્યોરિટી ફી 200 રૂપિયા થશે
  • આંતરરાષ્ટ્રીય મુસાફરોનો ચાર્જ 5.2 ડોલરથી વધી 12 ડોલર થઈ જશે

મોંઘવારીના મારથી લોકો પહેલેથી જ હેરાન છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઘરેલુ ઉડાનોનું ન્યુનતમ ભાડુ પાંચ ગણુ વધારવાની જાહેરાત કરી હતી. હવે આગામી મહિનાથી હવાઈ મુસાફરોને વધુ એક ઝટકો લાગનાર છે. એપ્રિલ 2021થી વિમાન મુસાફરો પાસેથી વધુ એવિએશન સિક્યોરિટી ફી(ASF) વસુલવામાં આવશે. એક એપ્રિલથી ઘરેલુ મુસાફરો માટે વિમાનનો સુરક્ષા ચાર્જ 200 રૂપિયા થશે. હાલ તે 160 રૂપિયા છે. આંતરરષ્ટ્રીય મુસાફરોની વાત કરવામાં આવે તો તેમના માટે ચાર્જ 5.2 ડોલરથી વધીને 12 ડોલર થઈ જશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેના ASFમાં 114.38 રૂપિયાનો વધારો કર્યો છે. આ દર એક એપ્રિલ 2021થી ઈસ્યુ થનારી ટિકિટ પર લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે કંપનીઓ ટિકિટના બુકિંગ સમયે ASF વસુલ કરીને સરકારને જમા કરાવે છે. આ રકમનો ઉપયોગ સમગ્ર દેશના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા માટે કરવામાં આવે છે.

2019 અને 2020માં વધ્યો હતો સુરક્ષા ચાર્જ
આ પહેલા એક સપ્ટેમ્બર 2020થી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાન યાત્રીઓ પાસેથી વધુ ASF વસુલવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ઘરેલુ હવાઈ મુસાફરો માટે ASF 150 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા થયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તે 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર થયો હતો. મંત્રાલયે સાત જૂન 2019ના રોજ જાહેરાત કરી હતી કે ઘરેલુ મુસાફરો માટે ASF 130 રૂપિયાથી વધારીને 150 રૂપિયા કરવામાં આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આ રકમ 3.25 ડોલરની જગ્યાએ 4.85 ડોલર હશે. આ દરો એક જુલાઈ 2019થી લાગુ થયા હતા.

આ મુસાફરોને મળશે છુટ
જોકે કેટલાક મુસાફરોને પેમેન્ટમાંથી છુટ આપવામાં આવી છે. તેમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારક, ઓન ડ્યુટી એરલાઈન ક્રૂ અને એક જ ટિકિટ દ્વારા પ્રથમ ફલાઈટના 24 કલાકની અંદર બીજી કનેક્ટિંગ ફલાઈટ લેનારા ટ્રાન્ઝીટ મુસાફરો સામેલ છે.

થોડા દિવસો પહેલા જ સરકારે ઘરેલુ ઉડાનોનું ન્યુનતમ ભાડુ પાંચ ટકા વધારવાની જાહેરાત કરી હતી. આ વધારો એપ્રિલના અંત સુધી લાગુ રહેશે. તેની પાછળ વિમાનનું ઈંધણ મોંઘુ થયું હોવાનું કારણ દર્શાવાઈ રહ્યું છે. આ સિવાય સરકારે ઘરેલુ એરલાઈન્સને મુસાફરોની ક્ષમતા 80 ટકા રાખવાનો આદેશ આપ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો