• Gujarati News
  • Business
  • After Air India, The Government Will Soon Sell Stakes In Several Companies, Including LIC And BPCL, With A Target Of Raising Rs 1.75 Lakh Crore.

હિસ્સો વેચીને ખજાનો ભરશે સરકાર:એર ઈન્ડિયા પછી હવે ઝડપથી LIC અને BPCL સહિત ઘણી કંપનીઓમાં સરકાર હિસ્સો વેચશે, 1.75 લાખ કરોડ એકત્રિત કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

એર ઈન્ડિયાને ખાનગી હાથમાં સોંપ્યા પછી હવે કેન્દ્ર સરકાર ખાનગીકરણ અને વિનિવેશનું લક્ષ્ય પુરુ કરવા માટે ઝડપથી કામ કરશે. નાણાંકીય વર્ષ 2021-22માં મોદી સરકાર અડધો ડઝનથી વધુ કંપનીઓના ખાનગીકરણ કે વિનિવેશ કરવાની યોજના બનાવી રહી છે.

હાલ લક્ષ્યથી ખૂબ જ પાછળ છે સરકાર
સરકારનું આ નાણાંકીય વર્ષમાં ખાનગીકરણથી 1.75 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે. જોકે હજી સુધી સરકારને એક્સિસ બેન્ક, એનએમડીસી અને હુડકો વગેરેમાં હિસ્સાના વેચાણથી માત્ર 8369 કરોડ રૂપિયા અને તાજેતરમાં એર ઈન્ડિયાના વેચાણથી લગભગ 18 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આ રીતે હજી સુધી લગભગ 26369 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરી શકાયા છે. એવામાં સરકારે 1.75 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્ય પુરુ કરવા માટે હજી ઘણા પૈસા એકત્રિત કરવાના છે.

BPCLને ખાનગી હાથમાં સોંપશે સરકાર
થોડા મહિના પહેલા રોકાણ અને લોક સંપત્તિ પ્રબંધન(DIPAM) સચિવ તુહિન કાંત પાડેએ જણાવ્યું હતું કે માર્ચ 2022 સુધી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશ BPCLનું ખાનગીકરણનું કામ પુરુ થઈ જશે. આ સિવાય સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, BEML, પવન હંસ અને નીલાંચલ ઈસ્પાત નિગમની ખાનગીકરણની પ્રક્રિયા પણ આ વર્ષે પુરી કરી લેવા માંગે છે. આ તમામ કંપનીઓની ખાનગીકરણની પ્રોસેસ ચાલી રહી છે. આ સિવાય બે પીએસયુ બેન્કો અને એક વીમા કંપનીનું પણ ખાનગીકરણ થવાનું છે.

આ કંપનીઓના ખાનગીકરણથી પણ ભરશે સરકાર પોતાનું ખિસ્સું
LIC:
કેન્દ્ર સરકાર ભારતીય જીવન વીમા નગમ એટલે કે લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)માં પોતાનો હિસ્સો વેચીને પૈસા કમાવવા માંગે છે. સરકાર LICનો IPO લાવીને 1 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરી શકે છે.

BPCL: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL)નું સરકાર સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરવા જઈ રહી છે. તેના માટે ડિસેમ્બર સુધી ફાઈનાન્શિયલ બીડ મંગાવવામાં આવી શકે છે. ભારત પેટ્રોલિયમમાં સરકારનો 53 ટકા હિસ્સો છે. તેની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા છે.

પવન હંસઃ હેલિકોપ્ટર બનાવનારી કંપની પવન હંસને પણ પ્રાઈવેટ હાથોમાં સોંપવાની યોજના છે. તેમાં હાલ સરકારનો 51 ટકા હિસ્સો છે અને 49 ટકા હિસ્સો સરકારી ઓઈલ એન્ડ ગેસ કંપની ઓએનજીસીની છે. ઓએનજીસીએ પણ પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.

નીલાંચલ ઈસ્પાત નિગમઃ નીલાંચલ ઈસ્પાત નિગમ માટે સરકારને ઘણી કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ રિકવેસ્ટ(EOI) મળી છે. તેનું પણ માર્ચ 2022 પહેલા ખાનગીકરણ થવાનું છે.

સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડઃ એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી હવે મોદી સરકારે વધુ એક સરકારી કંપની સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(CEL)ની વેચાણની તૈયારી ઝડપી કરી દીધી છે. સરકારને આ કંપનીના વેચાણ માટે ફાઈનાન્શિયલ બોલીઓ મળી ગઈ છે. નાણાં મંત્રાલયે તેની માહિતી આપી છે.

IDBI બેન્કઃ કેબિનેટે IDBI બેન્કમાં સ્ટ્રેટેજિક વિનિવેશ અને મેનેજમેન્ટ કન્ટ્રોલ ટ્રાન્સફર માટે મંજૂરી આપી દીધી છે. આ બેન્કમાં કેન્દ્ર સરકાર અને LICનો કુલ 94 ટકા હિસ્સો છે. જેમાં LICનો 49.24 ટકા અને સરકારનો 45.48 ટકા હિસ્સો છે. આ સિવાય 5.29 ટકા હિસ્સો અન્ય રોકાણકારોનો છે. નાણાં મંત્રીએ બજેટ દરમિયાન કહ્યું હતું કે IDBI બેન્કની ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ નાણાંકીય વર્ષમાં પુરી થઈ જશે.

SCI: શિપિંગ કોર્પ ઓફ ઈન્ડિયા(SCI)નું માર્ચ 2022 પહેલા ખાનગીકરણ કરવામાં આવનાર છે. તેમાં પણ સરકાર પોતાનો પુરો 63.75 ટકા હિસ્સો વેચી રહી છે. તેના માટે પણ ઘણી કંપનીઓ રસ દર્શાવી રહી છે. જેમાંથી ત્રણ કંપનીઓનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...