તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિકોર્ન ફેક્ટરી:આગામી 3 વર્ષમાં 100 સ્ટાર્ટઅપ્સની માર્કેટ વેલ્યૂ 1 અબજ ડોલરથી વધારવાનો લક્ષ્યાંક : Meity

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકાર 300 સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક મૂડી અને માર્ગદર્શન આપશે

નવા આઈડિયા પર કામ કરતાં ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ્સને વેગ આપવાં સરકારે અંદાજિત 300 સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક મૂડી અને માર્ગદર્શન આપવા યોજના ઘડી છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીસ (Meity)એ આગામી 3 વર્ષમાં 100 જેટલા સ્ટાર્ટઅપ્સની માર્કેટ વેલ્યૂ 1 અબજ ડોલરથી વધારી તેને યુનિકોર્નની યાદીમાં સામેલ કરવા માટે સ્ટાર્ટઅપ એસ્કેલેરેટર ફોર મૈતી પ્રોડક્ટ ઈનોવેશન ડેવલોપમેન્ટ એન્ડ ગ્રોથ (SAMRIDH-સમૃદ્ધ) પ્રોગ્રામની જાહેરાત કરી છે.

આઈટી અને દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સમુદ્ધ કાર્યક્રમના લોન્ચિંગ દરમિયાન જણાવ્યુ હતુ કે, અગાઉ 20થી વધુ સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ આપવામાં આવી હતી. આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ વિશેષ સચિવ જ્યોતિ અરોરાએ જણાવ્યુ હતુ કે, સમુદ્ધ કોન્સેપ્ટ સિલિકોન વેલના એસ્કેલેરેટર વાઈકોમ્બિનેટર હેઠળ વિકસિત કરવામાં આવ્યો છે. જેની જાહેરાત વર્ષની શરૂઆતમાં થઈ હતી.

આ યોજનામાં એસ્કેલેરેટર પેટે જોડવા ઈચ્છુક સંગઠનો ઓછામાં ઓછા 3 વર્ષ માટે ઈન્ક્યુબેશન બિઝનેસમાં હોવા જોઈએ. તદુપરાંત 50થી વધુ સ્ટાર્ટઅપ અને ઓછામાં ઓછા 10 નોન પબ્લિક બિઝનેસને સપોર્ટ કરતાં હોવા જોઈએ. તેના કામકાજ ભારતમાં હોવા જોઈએ. જેની પાસે જરૂરી સ્થાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થશે.

ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટના મૈતી સ્ટાર્ટઅપ હબે ઈન્ડિયા એસ્કેલેરેટર સાથે પાર્ટનરશિપ કરી હતી. જેનો હેતુ દેશમાં ડીપ ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો છે.

40 લાખ સુધીની પ્રારંભિક મૂડી, છ માસ મેન્ટરશિપ
સરકાર સમુદ્ધ કાર્યક્રમ અંતર્ગત પસંદ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ્સને પાર્ટનરશિપ માટે આમંત્રિત કરશે અને તેને 40 લાખ સુધીની પ્રારંભિક મૂડી અને છ માસ સુધી મેન્ટરશિપ અર્થાત માર્ગદર્શન આપવા સાથે માર્કેટમાં વર્ચસ્વ સ્થાપિત કરવામાં મદદરૂપ બનશે. આ કાર્યક્રમ દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપતાં પ્રોગ્રામ મૈતી સ્ટાર્ટઅપ હબ હેઠળ લાગૂ કરવામાં આવ્યો છે.

ઈન્ક્યુબેટર અને સ્ટાર્ટઅપનું નેટવર્ક 20 ગણું કરાશે
જ્યારે આઈડિયા પ્રોડક્ટમાં તબદીલ થઈ રહ્યો હોય અને પ્રોડક્ટનું વિસ્તરણ કરવામાં આવ્યુ હોય ત્યારે અડધાથી વધુ સ્ટાર્ટઅપ્સ અનેક કારણોસર આ પડાવ પાર કરી શકતા નથી. સરકાર ઈન્ક્યુબેટર અને સ્ટાર્ટઅપના નેટવર્ક 10થી 20 ગણા સુધી વિસ્તરિત કરવા માગે છે. પ્રોડક્ટ ડેવલોપમેન્ટના દોરમાં સપોર્ટથી સ્ટાર્ટઅપમાં વેલ્યૂ એડિશન થશે.

મૈતીનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ મજબૂત બનાવવાનો
મૈતી સ્ટાર્ટઅપ હબે પેટીએમ સાથે પાર્ટનરશિપ કરી દેશમાં અડચણ વિના સોલ્યુશન આધારિત ઈનોવેટર્સને સહાય પ્રદાન કરી દેશમાં મજબૂત ટેક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. પાર્ટનરશિપ અંતર્ગત દેશના સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ, નેટવર્કિંગ, અને બિઝનેસ તકો પૂરી પાડવાનો છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...