દુનિયાભરની કંપનીઓ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને પોતાની રીતે જ અનેક યોજના ઘડી રહી છે. ગત વર્ષે નવેમ્બરમાં ઓપન AI તરફથી ચેટજીપીટીના લોન્ચિંગ બાદ કોર્પોરેટ જગતમાં AIને લઇને નવા નવા પ્રયોગ શરૂ થઇ ગયા છે. આ કેટલો ગંભીર મામલો છે, તેનો અંદાજ એનાથી જ લગાવી શકાય છે કે ઇન્વેસ્ટર્સ કૉલ દરમિયાન AIની ચર્ચા એક વર્ષ પહેલાની તુલનાએ 77% વધી છે.
શેરમાર્કેટમાં AIની વ્યાપકપણે અસર જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે આ વર્ષે અત્યાર સુધી એનવિડિયા કોર્પ મોટી કંપનીઓની વચ્ચે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શેર રહ્યો છે. એનવિડિયા જટિલ એઆઇ કંપ્યૂટિંગ ટાસ્ક માટે જરૂરી સેમિંકડક્ટર ચિપ બનાવે છે. જે કંપનીના નામ સાથે AI જોડાયેલું છે તેના શેર્સમાં પણ તેજી જોવા મળી રહી છે. પરંતુ AI સાથે તેને કોઇ લેવાદેવા ન હોય તેવું બની શકે છે. અર્થાત્, 2023માં અત્યાર સુધી બિગબેયર ડૉટ એઆઇ હોલ્ડિંગ્સના શેરમાં 300%નો ઉછાળો જોવા મળ્યો છે અને બજફીડ ઇંકના શેરની કિંમત પણ બમણીથી વધુ વધી છે. ગાર્ડફોર્સ AIના શેરમાં પણ 51%નો ઉછાળો જોવા મળ્યો છે.
વાસ્તવમાં, એવી અનેક કંપનીઓ છે જેમને AI શબ્દ જોડાયેલો હોવાથી ફાયદો થઇ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે તેમાંથી મોટા ભાગના મામલે માત્ર જાહેરાતમાં AIને લઇને અતિશયોક્તિથી જોડાયેલા છે. કેટલીક અમેરિકન કંપની કહી રહી છે કે એક દિવસ એઆઇ તેમના બિઝનેસને સંપૂર્ણપણે બદલી નાખશે. કેટલીક કંપનીઓ એઆઇ અને મશીન લર્નિંગનો વ્યવહારિક ઉપયોગ પણ કરી રહી છે.
સ્પેરપાર્ટ્સનું લિસ્ટ મેનેજ કરવાથી લઇને ભરતી માટે તેમજ ઉમેદવારોની છટણી માટે ચેટબોટનો ઉપયોગ કરાઇ રહ્યો છે. એજે બેલ પીએલસી ઇન્વેસ્ટમેંટ ડાયરેક્ટર રસ મોલ્ડે કહ્યું કે એ નક્કી કરવું અસંભવ છે કે AIની શું અસર થઇ શકે છે. પરંતુ એવું સંભવ છે કે એઆઇને લઇને ઉત્સાહની લહેર રોકાણકારોને રિસ્કી શેર્સ તરફ લઇ જઇ શકે છે, પછી તેની અત્યારની કિંમત ગમે તેટલી કેમ ન હોય. અમે તો રોકાણકારોને આ પ્રકારના શેર્સથી બચવા માટેનું સૂચન કરીએ છીએ. રોકાણથી પહેલા સંબંધિત કંપનીના મેનેજમેન્ટ તેમજ વેલ્યુએશન પર ધ્યાન આપો. ભવિષ્યના નફા તેમજ આવકનો અંદાજ લગાવી શકાય.
મેટા AI પર કંપનીઓ મોટો દાવ લગાવી રહી છે
મેટાના CEO માર્ક ઝકરબર્ગે કહ્યું કે, AI અમારા ડિસ્કવરી એન્જિન તેમજ જાહેરાતના બિઝનેસનો પાયો છે. રોકાણકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કંપની પ્રાઇવસી ટૂલ્સ ડેવલપ કરવાની સાથે કંપનીઓ તેમજ સંગઠનોને વધુ પ્રાસંગિક અને આકર્ષક જાહેરાત આપવામાં મદદ કરવા માટે એઆઇમાં વધુ રોકાણ કરી રહી છે. મેટાએ પહેલા જ આ પ્રકારના પ્રયાસમાં વધુ ખર્ચ કર્યો છે. તેની અસર પણ જોવા મળી છે. ગત ક્વાર્ટર દરમિયાન કંપનીની જાહેરાત મારફતે આવકમાં એક વર્ષ પહેલાની તુલનામાં 20%નો
વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.