રાજ્યના રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં 31 ટકા હિસ્સા સાથે અમદાવાદ ટોચ પર છે. ત્યાર બાદ વડોદરા 19 ટકા સાથે બીજા, રાજકોટ 14 ટકા સાથે ત્રીજા, સુરત 13 ટકા ચોથા ક્રમે છે. રિઅલ એસ્ટેટમાં રોકાણ મામલે પણ અમદાવાદ આગળ છે.
ગુજરાતમાં રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) અમલમાં આવ્યા બાદ અમદાવાદીઓએ રિઅલ એસ્ટટમાં કુલ રૂ. 1.41 લાખ કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે છેલ્લાં 12 મહિનામાં અમદાવાદમાં રોકાણ ક્ષેત્રે 15 ટકાની વૃદ્ધિ થઈ છે. 2017માં રેરા આવ્યા બાદ અમદાવાદમાં 3145 નવા પ્રોજેક્ટ નોંધાયા છે, જેમાંથી 187થી વધુ પ્રોજેક્ટ રૂ. 100 કરોડની કિંમતના છે, જે રાજ્યનાં અન્ય શહેરો કરતાં સૌથી વધુ છે.
રેસિડેન્શિયલ પ્રોજેક્ટના મામલે પણ અમદાવાદ આગળ છે. વર્ષ 2021-22માં શહેરમાં નોંધાયેલા કુલ 541 પ્રોજેક્ટમાંથી 50 ટકા કરતાં વધુ એટલે કે 219 તો રેસિડેન્શિયલ છે. આ જ સમયગાળામાં વડોદરામાં 159, સુરતમાં 62, રાજકોટમાં 109 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નોંધાયા છે.
ગયા વર્ષ કરતાં આ વર્ષે શહેરમાં 51% વધુ પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થયા
2020-21 | 2021-22 | |
રેસિડેન્શિયલ | 125 | 219 |
એફોર્ડેબલ હાઉસિંગ | 52 | 88 |
કોમર્શિયલ | 65 | 80 |
મિક્સ્ડ | 150 | 236 |
પ્લોટેડ | 17 | 6 |
કુલ | 409 | 629 |
રિઅલ એસ્ટેટની 20-21ની સ્થિતિ
41 ટકા હિસ્સા સાથે પ્રોજેક્ટની મંજૂરીમાં રેસિડેન્શિયલ પ્રથમ
રિઅલ એસ્ટેટમાં તમામ પ્રકારના પ્રોજેક્ટ્સમાંથી સૌથી વધુ 41 ટકા હિસ્સો રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો છે, જે સૌથી વધુ છે. ત્યાર પછી કોમર્શિયલ પ્રોજેક્ટ્સનો હિસ્સો 20 ટકા છે. શહેરમાં મિક્સ્ડ પ્રોજેક્ટનો 38 ટકા વિકાસ થયો છે જ્યારે એક ટકા પ્લોટેડ પ્રોજેક્ટ છે. જોકે અમદાવાદનો પશ્ચિમનો કેટલોક વિસ્તાર એવો છે જ્યાં નવી બની રહેલી ઘણી સ્કીમોમાં ફ્લેટ કરોડોમાં વેચાઈ રહ્યા છે. સિંધુભવન રોડ, શીલજ, પ્રહલાદનગર સહિતના કેટલાક પશ્ચિમ વિસ્તારોમાં રૂ.4થી 8 કરોડમાં ફ્લેટનું વેચાણ થઈ રહ્યું છે.
રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં 75 ટકા સુધીનો વધારો નોંધાયો
અમદાવાદમાં વર્ષ 2020-21માં 125 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, જ્યારે 2021-22માં 219 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થયા છે. આમ ગત વર્ષ કરતાં આ વર્ષે રહેણાક સ્કીમોમાં 75 ટકાનો વધારો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.