આરઆઇએલ અને બીપી વચ્ચેના ફ્યુઅલ તથા મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-બીપીએ આજે જાહેરાત કરી છે જિયો-બીપી લાસ્ટ માઇલ ડિલિવરી માટે 'જિયો-બીપી પલ્સ' બ્રાન્ડેડ બેટરી સ્વેપિંગ સ્ટેશનના ઍક્સેસ સાથે ઝોમાટોને ઇવી મોબિલિટીની સેવાઓ પૂરી પાડશે. ગયા વર્ષે જિયો-બીપીએ ભારતના બે સૌથી મોટા ઇવી ચાર્જિંગ હબનું નિર્માણ અને લોન્ચિંગ કર્યું હતું. સંયુક્ત સાહસનો ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ ભારતીય ગ્રાહકોને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, જે 'જિયો-બીપી પલ્સ' બ્રાન્ડ હેઠળ કાર્યરત છે. જિયો-બીપી પલ્સ મોબાઈલ એપ વડે ગ્રાહકો સરળતાથી નજીકના ચાર્જિંગ સ્ટેશનો શોધી શકે છે અને તેમના ઈવીને કોઈપણ મુશ્કેલી વગર આસાનીથી ચાર્જ કરી શકે છે.
અદાણીની રિવોલ્વિંગ સુવિધાને ગ્રીન લોન ટેગ મળ્યું
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)ની 700 મિલિયન ડોલરની રિવોલ્વિંગ સુવિધાને સસ્ટેનેલિટીકસ દ્વારા ગ્રીન લોન તરીકે ટેગ કરવામાં આવી છે. આ સુવિધા માટે ગ્રીન લોન ફ્રેમવર્ક પરત્વે ખાતરી આપે છે. રિવોલ્વિંગ સુવિધા સાથે સંકળાયેલ આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં અમલમાં છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ્સ ભારત સરકારના ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ્સ (જીઈસી)નો એક ભાગ છે, જે રીન્યુએબલ એનર્જીના સ્થળાંતર અને ટ્રાન્સમિશનને સમર્પિત છે. કંપનીના મેનેજીંગ ડિરેકટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે કંપનીએ COP26ના ભાગ રૂપે એનર્જી કોમ્પેક્ટ ગોલ માટે નવેમ્બર, 2021માં યુએન સાથે એનર્જી કોમ્પેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે.
કોટક અને ફોનપે વચ્ચે મોટર ઈન્સ્યોરન્સ માટે જોડાણ
કોટક મહિન્દ્રા જનરલ ઈન્સ્યોરન્સે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ફોનપે સાથે ભાગીદારી કરી છે અને આ સાથે તે ફોનપે પ્લેટફોર્મ પરથી 380 મિલિયન ગ્રાહકોને મોટર વીમો ઓફર કરશે. ફોનપે મારફત કોટક જનરલ ઈન્સ્યોરન્સ તેના ગ્રાહકોને ઝડપથી અને સરળતાથી કાર અને ટુ-વ્હીલર વીમા પોલિસીઓ પૂરી પાડશે. કંપનીના એમડી સુરેશ અગ્રવાલે જણાવ્યું કે આ જોડાણથી ફોનપેના ગ્રાહકો તેમના સ્માર્ટ ફોનમાંથી કાર અને ટુ-વ્હીલર વીમાની ઓનલાઈન ખરીદી શકશે.
ફોનપેના વડા, પ્રણય બત્રાએ જણાવ્યું કે અમારા ગ્રાહકોને ફોનપે પ્લેટફોર્મ પર કાર અને ટુ-વ્હીલર વીમો ખરીદતી વખતે પસંદ કરવા માટે વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ પ્રદાન કરીએ છીએ.
સીસી એવન્યૂ સીઇઓ તરીકે રાહુલ હિરવેની નિમણૂક
ગુજરાતની ફિનટેક કંપની ઈન્ફિબીમ એવન્યુએ તેની સીસી એવન્યુ સોફ્ટ PoSના ભારતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે IISC ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ હિરવેની નિમણૂક કરી છે. સોફ્ટ PoS ટેક્નોલોજીને આક્રમક રીતે વધારી, સરળ, ઝીરો કોસ્ટ અને સરળતાથી સુલભ વિકલ્પ પ્રદાન કરીને ભારતીય POS માર્કેટમાં પરિવર્તન લાવવા માટે, સમગ્ર ભારતમાં સોફ્ટ PoS ટેક્નોલોજીની ઝડપી જમાવટની વ્યૂહરચના, અમલીકરણ અને દેખરેખ માટે રાહુલ જવાબદાર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.