અગરબત્તીના ધંધાની સુવાસ ફેલાઈ:અગરબત્તી ઇન્ડસ્ટ્રીઝનું વેચાણ પ્રી-કોવિડના 90% સ્તરે પહોંચ્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટરને મોટા પાયે નુકસાની છે પરંતુ એસએમઇ-ગૃહઉદ્યોગમાં અગરબત્તી ઇન્ડસ્ટ્રીઝે રોજગારી અને વેપાર જાળવી રાખવા પ્રયાસ સફળ રહ્યાં છે.

કોરોના ક્રાઇસિસ, લોકડાઉન, સ્લોડાઉન અને પ્રોડક્શન બંધની સ્થિતિ વચ્ચે પણ દેશનું અગરબત્તી ઉદ્યોગનું વાર્ષિક દર 7500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે જેમાંથી 90 માર્કેટ કોરોના મહામારીમાં પણ જાળવી રાખ્યું છે. એટલું જ નહિં ચાર લાખ નવી રોજગારીનું પણ સર્જન કર્યું છે. ગુજરાતનું અગરબત્તિ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ 250 કરોડની સપાટી પર પહોંચે તેવો આશાવાદ છે.

અગરબત્તી ઉદ્યોગ શ્રમ આધારિત ઉદ્યોગ છે અને ઉત્પાદકોએ કોવિડ મહામારીનો સામનો કરવા ઇકોસિસ્ટમને ટેકો આપ્યો છે તેમ ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશનએ જણાવ્યું હતું. વિવિધ પડકારો વચ્ચે પણ ઉદ્યોગે ગયા નાણાકીય વર્ષમાં આશરે 4 લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે. 4 લાખમાંથી આશરે 60 ટકા ઉત્પાદનમાં કામ કરે છે અને અન્ય લોકો સપોર્ટ અને માર્કેટિંગ કામગીરીઓ સાથે સંકળાયેલા છે. ઉત્પાદનમાં 70 ટકા મહિલાઓ સંકળાયેલી છે.

ઓલ ઇન્ડિયા અગરબત્તી મેનુફેક્ચરર્સ એસોસિએશન (AIAMA)ના પ્રેસિડેન્ડ અર્જૂન રંગાના જણાવ્યા મુજબ વિશિષ્ટ સુગંધ, ઉત્કૃષ્ટ ગુણવત્તા અને પેકેજિંગથી ભારતીય અગરબત્તી ઉદ્યોગે વિશ્વમાં આગવું સ્થાન ઊભું કર્યું છે. અને આપણો દેશ ફ્રેગ્રન્ટ એમ્બેસેડર ગણાય છે.

ફ્લેવર્સની અગરબત્તીની ડિમાન્ડ વધી
ઉપભોક્તાઓ કોફી, ચોકલેટ, ગ્રીન ટી, ફ્રૂટી ફ્રેગ્રન્સ જેવી વિવિધ સુગંધ ધરાવતી અગરબત્તી વધારે પસંદ કરી રહ્યાં છે. એની સાથે સાથે ચંદન અને ભારતીય જેસ્મિન જેવી પરંપરાગત સુગંધ ધરાવતી અગરબત્તીઓનું ચલણ પણ વધી રહ્યું છે. સુખાકારી અને શાંતિ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરે એવી અગરબત્તીઓ અને અન્ય ઉત્પાદનોની માગ છે. જ્યારે મધ્ય પૂર્વમાં પરંપરાગત અને મિશ્ર સુગંધો વધારે પસંદ છે, ત્યારે દક્ષિણ અમેરિકામાં વેનિલા અને ઓરેન્જ જેવી સુગંધ ધરાવતા અગરબત્તીઓની માગ વધારે છે. યુરોપમાં લવેન્ડર અને જસ્મિન જેવી ફૂલોની સુગંધ ધરાવતી અગરબત્તીઓની માગ છે.

લૉકડાઉનથી રિટેલમાં 70% વેપાર કપાયો​​​​​​​
કોરોના બીજી લહેરમાં આંશિક લોકડાઉનના કારણે 70 ટકા સુધી રિટેલ વેપાર ઘટી ગયો છે. ગુજરાતમાં અત્યારે 550-600 રજિસ્ટર્ડ અગરબત્તિ ઉત્પાદકો છે જ્યારે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં અંદાજે 1800થી વધુ એકમો આવેલા છે. રિટેલ માર્કેટ બંધ હોવાથી અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં અનેક યુનિટો આગામી ટુંકાગાળઆ માટે બંધ થઇ જાય તેવું અનુમાન છે. ગુજરાતનું માર્કેટ વાર્ષિક ધોરણે 300 કરોડનું છે. માર્કેટ રિવાઇવ થતા હજુ બે માસ જેટલો સમય લાગી શકે છે. હાલના સમયમાં રિટેલ વેપારને વેગ મળે તે જરૂરી છે. > વિરાજ શાહ, ડિરેક્ટર-ઓલ ઇન્ડિયા મેન્યુફેક્ચર્સ એસો.

અન્ય સમાચારો પણ છે...