છેલ્લા બે વર્ષથી વેચાણમાં મંદીના માહોલમાંથી પસાર થયા બાદ હવે ટૂ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ફરીથી ચમક જોવા મળે તેવી શક્યતા છે. તહેવારની આ સીઝન ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક નિવડે તે પાક્કું છે. તે પાછળનું મુખ્ય કારણ આર્થિક રિકવરી, સામાન્ય ચોમાસું, કૃષિ આવકમાં વૃદ્વિ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઓફિસ સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલવી, લગ્નસરા અને તહેવારોની મોસમ છે.
વર્ષ 2019માં દ્વીચક્રી વાહનોનું વેચાણ પીક પર હતું, પરંતુ ત્યારબાદ ગત બે વર્ષોમાં કોવિડ-19ને કારણે વાહનોના કુલ વેચાણની સાથે દ્વી-ચક્રી વાહનોના વેચાણને પણ અસર થઇ હતી. આ વર્ષે એપ્રિલ બાદથી વાર્ષિક સ્તરે દ્વી-ચક્રી વાહનોના વેચાણમાં ગ્રોથ દેખાઇ રહ્યો છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સરવેમાં અડધાથી વધુ 50.3 ટકા ડીલર્સે વેચાણમાં વધારાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. છેલ્લા બે વર્ષમાં જુલાઇ-ડિસેમ્બરમાં 66-67 લાખ દ્વીચક્રી વાહનો વેચાયા હતા. આ દૃષ્ટિએ આ વર્ષના બીજા છ માસિક ગાળામાં વેચાણનો આંકડો 75 લાખને પાર જાય તેવી સંભાવના છે.
તહેવારોની મોસમમાં નવા લોન્ચિંગની સંખ્યા વધશે ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અનુસાર ગત બે વર્ષની તુલનામાં આ વર્ષે ઓટોમોબાઇલ નિર્માતાઓ નવા વાહનો લોન્ચ કરશે. ફાડા અધ્યક્ષ વિકેશ ગુલાટી અનુસાર ગત તહેવારની મોસમ અત્યાર સુધીની સૌથી ખરાબ મોસમ રહી હતી પરંતુ આ વર્ષે આગામી 4-5 મહિના વાહનોની વેચાણની દૃષ્ટિએ સારા રહેવાની અપેક્ષા છે. ડીલરશીપમાં પણ સારો ફૂટફોલ અને ઇન્ક્વાયરી જોવા મળી રહી છે.
દ્વિ-ચક્રી વાહનોનું વેચાણ વધવાનાં 5 કારણો
વેચાણને વેગ મળશે
2019માં દેશમાં સૌથી વધુ 2.12 કરોડ દ્વી-ચક્રી વાહનોનું વેચાણ થયું હતું. તેના પછી સતત ઘટાડો જોવા મળ્યો. ગત ત્રિમાસિકમાં વાર્ષિક સ્તર પર વેચાણમાં 54.3 ટકાનો ગ્રોથ રહ્યો હતો. આર્થિક રિકવરી, સારું ચોમાસું, કૃષિ આવકમાં વૃદ્વિ જેવા પરિબળોને કારણે આ વર્ષે તહેવારની સીઝનમાં દ્વી-ચક્રી વાહનોનું વેચાણ નોંધપાત્ર રહેવાની શક્યતા છે. > તુષાર શાહ, કો-સીઇઓ, કેર એજ એડવાઇઝરી એન્ડ રિસર્ચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.