તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPO:અઢી વર્ષ બાદ ગુજરાતનો મેઈન બોર્ડ IPO કેમકોન સ્પેશિયાલિટી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહે 3200 કરોડના 3 IPO ખૂલશે

આગામી સપ્તાહે રૂ. 3200 કરોડના 3 આઈપીઓ યોજાવા જઈ રહ્યા છે. જેમાં અઢી વર્ષ બાદ ગુજરાતની કેમિકલ પ્રોડક્શન કંપની કેમકોન સ્પેશિયાલિટી મેઈન બોર્ડમાં લિસ્ટિંગ કરાવવા જઇ રહી છે. અગાઉ 2017માં ગુજરાતની 6 કંપનીઓએ આઈપીઓ યોજ્યા હતા. ત્યારબાદથી એકપણ ગુજરાતી કંપનીએ મેઈન બોર્ડ લિસ્ટિંગ કરાવ્યુ નથી. કંપની આઈપીઓ મારફત રૂ. 318 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂ પ્રાઈસ 338-340 સાથે 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બરના યોજાશે.

વડોદરા સ્થિત કંપની HMDS અને CMIC જેવા વિશેષ પ્રકારના કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક છે. જેનો મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. ભારતમાં એચએમડીએસની ઉત્પાદનની દ્રષ્ટિએ એચએમડીએસની ત્રીજી સૌથી મોટી ઉત્પાદક રહી હતી. અમેરિકા, જર્મની, ઇટલી, દક્ષિણ કોરિયા, સહિત આઠ દેશોમાં નિકાસ કરે છે. આઈપીઓ મારફત પ્રાપ્ત ફંડનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગના વિસ્તરણ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

CAMSનો 2244 કરોડનો આઈપીઓ
એનએસઈની પેટા કંપની કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સ્પેશિયાલિટીનો લાર્જકેપ રૂ. 2244.33 કરોડનો આઈપીઓ પણ સોમવારે શરૂ થશે અને 23 સપ્ટેમ્બરના બંધ થશે. કંપનીમાંથી એનએસઈ પોતાનો સંપૂર્ણ 37.14 ટકા હિસ્સો વેચશે. ટેક્નોલોજી આધારિત ફાઈનાન્સિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસ પ્રોવાઈડર છે. મ્યુચ્યુઅલ ફંડ એએયુએમનો 70 ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે. જે દેશની મ્યુચ્યુઅલ ફંડની સૌથી મોટી રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ છે.

એન્જલ બ્રોકિંગનો 600 કરોડનો આઈપીઓ
દેશનું સૌથી જૂનુ રિટેલ સ્ટોક બ્રોકર હાઉસ એન્જલ બ્રોકિંગ શેર બ્રોકિંગ, મર્જિંગ ફંડિંગ, એડવાઈઝરી, અને ફાઈનાન્સિયલ સેવાઓ પ્રદાન કરે છે. માર્કેટમાં મજબૂત પકડ સાથે 2.15 મિલિયન ખાતાઓ ધરાવે છે. ઈશ્યૂ પ્રાઈસ 305-306 સાથે રૂ. 600 કરોડનો આઈપીઓ 22 સપ્ટેમ્બરના ખુલી 24ના બંધ થશે. એનએસઈના એક્ટિવ ક્લાયન્ટ્સ અર્થે ચોથા નંબરની સૌથી મોટી અને ઈન્ક્રિમેન્ટલ એનએસઈ ક્લાયન્ટ્સ તરીકે બીજા નંબરની સૌથી મોટી કંપની છે.

આગામી સપ્તાહના 3 આઈપીઓ એક નજરે

કંપનીસાઈઝ (કરોડમાં)ઈશ્યૂ પ્રાઈસલોટ
કેમ્સ2244.331229-123012
કેમકોન318338-34044
એન્જલ બ્રોકિંગ600305-30649

સપ્ટેમ્બર અંત સુધી અન્ય 3 આઈપીઓ પાઈપલાઈનમાં

યુટીઆઈ એએમસી, મઝગાંવ ડોક, લિખિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો 4000 કરોડનો આઈપીઓ સપ્ટેમ્બર અંત સુધી યોજાવાની શક્યતા મર્ચન્ટ બેન્કર્સે વ્યક્ત કરી છે. જેમાં યુટીઆઈ આઈપીઓ મારફત 3000 કરોડ, મઝગાંવ રૂ. 600 કરોડ એકત્ર કરવાની યોજના છે. આ ઉપરાંત માર્ચ, 2021 સુધી 35000 કરોડના 35થી વધુ આઈપીઓ પાઈપલાઈનમાં છે.

અન્ય સમાચારો પણ છે...