તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • A Monthly Installment Of Rs 40 Lakh Loan Will Save Rs 960, The Effect Of EMI Will Be Seen Next Month.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેપો રેટ ઘટવાની અસર:40 લાખની લોનના દર મહિનાના હપ્તામાં 960 રૂપિયાની બચત થશે, અગામી મહિને EMIની અસર દેખાશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિટેલ લોનમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરે આવે છે
  • આ પ્રકારની લોનના હપ્તાહમાં વાર્ષિક 11,520 રૂપિયાની બચત થશે

ભારતીય રિઝર્વ બેન્ક(RBI) એ શુક્રવારે રેપો રેટમાં 40 બીપીએસનો ઘટાડો કર્યા બાદ તમામ પ્રકારની લોન લેનાર ગ્રાહકોને રાહત મળી છે. જો કોઈએ 40 લાખ રૂપિયાની 20 વર્ષ માટે લોન લીધી છે તો ઈન્સ્ટોલમેન્ટમાં 960 રૂપિયાનો ઘટાડો થશે. એટલે કે RBIના આ નિર્ણયથી વાર્ષિક 11,520 રૂપિયાની બચત થશે. 

EBLR સાથે જોડાવવા પર જ થશે ફાયદો

ઉદાહરણ તરીકે કોઈ ગ્રાહકે 40 લાખ રૂપિયાની લોન લીધી છે. તેને 40 બીપીએસના આધારે 960 રૂપિયા માસિક બચત થશે. જો કોઈ ઈએમઆઈ 40 હજાર રૂપિયા છે તો જૂન મહિનાથી તેને 39,040 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જોકે આ ફાયદો ત્યારે થશે જ્યારે ગ્રાહક EBLR સાથે જોડાયેલો હશે અને સાથે જ સિબિલ સ્કોર સારો થશે. યુનિયન બેન્કના  ગ્રાહકોને આ ફાયદો આ આધાર પર થશે. આ નિર્ણયથી એ લોકોને રાહત મળશે, જેમનો પોતાનો બિઝનેસ છે અથવા તો સેલરાઈડ છે. 

માર્ચમાં 75 બીપીએસ કાપથી 1,553 રૂપિયાનો ફાયદો થયો હતો

આ કાપનો ફાયદો રિટેલ લોનના તમામ ગ્રાહકોને મળશે. તેમાં હાઉસિંગ લોન, કાર લોન, એજ્યુકેશન લોન સહિત એ તમામ લોન સામેલ છે, જે રિટેલમાં આવે છે. ઉલ્લેખનીય છે કે બેન્કો માટે રિટેલ લોન સૌથી મોટો ફાયદાનો સોદો છે. આ પહેલા માર્ચમાં આરબીઆઈએ 75 બીપીએસનો ઘટાડો કર્યો હતો. તે સમયે કોઈએ 35 લાખ રૂપિયાની લોન 15 વર્ષ માટે લીધી હશે તો તેને માસિક 1,553 રૂપિયાનો ફાયદો ઈએમઆઈમાં થશે. એટલે કે વાર્ષિક 18396 રૂપિયાનો લાભ થશે.

ઓક્ટોબર 2019માં EBLR લાગુ થયો હતો

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2019થી તમામ પ્રકારની રિટેલ લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિગ રેટ સાથે જોડવામાં આવી છે. જો કોઈ ગ્રાહકે તેનો નિર્ણય ન લીધો તો તેને આ લાભ મળી શકશે નહિ. ઉલ્લેખનીય છે કે આરબીઆઈના નિર્ણય બાદ રેપો રેટ 4 ટકા થઈ ગયો છે. રેપો રેટ એ દર હોય છે, જે દર પર બેન્ક આરબીઆઈ પાસેથી પૈસા લે છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો એટલે કે બેન્ક જે દરે આરબીઆઈમાં પૈસા રાખે છે. આ રીતે આરબીઆઈના નિર્ણય બાદ એફડી અને સેવિંગની સાથે લોનના વ્યાજ દરોમાં પણ ઘટાડો થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser