• Gujarati News
  • Business
  • After Petrol And Diesel, Now CNG Gas Prices Continue To Rise, Gujarat Gas At Rs. 2.58 Increased

ગેસમાં ભાવ વધારો:પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG ગેસના ભાવમાં વધારો ચાલુ, ગુજરાત ગેસે કિલોએ રૂ. 2.58 વધાર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો પહેલા અદાણીએ પણ CNG, PNGના ભાવ વધાર્યા હતા

પેટ્રોલિયમ કંપનીઓ બાદ હવે ગેસ ઉત્પાદક કંપનીઓએ પણ ભાવ વધારવાના શરૂ કર્યા છે. ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.58 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 79.56ના સ્તરે પહોંચી ગયા છે. ગુજરાત ગેસે એક સપ્તાહમાં બીજીવાર ભાવ વધારો કરતાં કિલોદીઠ કુલ રૂ. 9 જેવો ભાવ વધ્યો છે. નવો ભાવ 14 એપ્રિલથી લાગુ થશે.

પેટ્રોલના ભાવ સ્થિર તો ગેસમાં વધારો ચાલુ
ગુજરાત સહિત દેશભરમાં 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો શરૂ થયો હતો. જોકે છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલમાં કોઈ વધારો થયો નથી અને ભાવ રૂ. 105 પ્રતિ લિટરની સપાટીએ સ્થિર છે. તેની સામે અદાણી ગેસ, ગુજરાત ગેસ, મહાનગર ગેસ, ઇન્દ્રપ્રસ્થ ગેસ સહિતની કંપનીઓએ CNG અને PNG ગેસના ભાવમાં વધારો કરવાની શરૂઆત કરી છે.

અદાણીએ થોડા દિવસો પહેલા રૂ. 5 વધાર્યા હતા
​​​​​​​ગુજરાત ગેસ અગાઉ અદાણીએ પણ CNG ગેસના ભાવમાં રૂ. 5 જેવો વધારો જાહેર કર્યો હતો. અલગ અલગ કંપનીઓએ એક સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર,
ગુજરાતમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 12 અને PNGના ભાવમાં રૂ. 9.5 રૂપિયા પ્રતિ ઘનમીટર વધારો કર્યો છે. જાણકારોના મતે આવતા દિવસોમાં ગેસના ભાવમાં ઓર વધારો થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...