ટ્વિટર, મેટા (ફેસબુક) અને માઇક્રોસોફ્ટ પછી હવે અમેઝોને કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન ટેક્નોલોજી અને ઇ-કોમર્સ દિગ્ગજ અમેઝોને વધતી આર્થિક મંદીની વચ્ચે પોતાની નોન પ્રોફિટેબલ ઇનિશિયેટિવ્સને ઓછો કરવાનું શરૂ કરી દીધું છે.
અમેઝોનના એક ટોપ એક્ઝિક્યુટિવ દ્વારા મોકલવામાં આવેલ એક ઇન્ટરનલ મેમો અનુસાર, કંપનીએ ગયા અઠવાડિયે જ હાયરિંગ ફ્રીજ કરવાની જાહેરાત કરી હતી. અમેઝોનમાં કામ કરનારા એક સોફ્ટવેર એન્જિનિયર જેમી ઝાંગે લિંક્ડઇન પર પોતાના કનેક્શન્સને પોસ્ટ શેર કરી જણાવ્યું કે તેને કંપનીમાંથી નિકાળવામાં આવ્યો છે.
તેના સિવાય પૂર્વ કર્મચારીએ પોસ્ટમાં એ પણ જણાવ્યું છે કે પૂરી રોબોટિક્સ ટીમને પિંક સ્લિપ આપવામાં આવી છે. લિંક્ડઇનના આંકડા અનુસાર કંપનીના રોબોટિક્સ ડિવિઝનમાં ઓછામાં ઓછા 3,766 લોકો કાર્યરત છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઇ શકી કે 3,766 કર્મચારીઓમાંથી કેટલા કર્મચારીઓને નિકાળવામાં આવ્યા છે. ત્યાં અમેઝોનની તરફથી છટણીનું કોઇ નિવેદન સામે આવ્યું નથી.
એ સિવાય વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કંપનીએ પોતાના કેટલાંક અનપ્રોફિટેબલ યુનિટ્સમાં કામ કરનાર કર્મચારીને બીજે ક્યાંક નોકરી શોધી લેવાનું કહ્યું. કારણ કે કંપનાના કેટલાક પ્રોજેક્ટ્સ બંધ અથવા જલદી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ગયા અઠવાડિયે ઇ-કોમર્સ દિગ્ગજે એક ઇન્ટરનલ મેમોમાં એનાઉમેન્ટ કર્યું હતું કે કંપની માઇક્રો ઇકોનોમિક એન્વાયર્નમેન્ટના કારણે હાયરિંગ ફ્રીજ કરવાનું શરૂ કરશે.
કંપનીમાં પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેક્નોલોજીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બોથ ગૈલેટીએ મેમોમાં બતાવ્યું, 'અર્થવ્યવસ્થા નબળી હોવાની વચ્ચે પાછલાં કેટલાંક વર્ષોમાં અમે કેટલાય લોકોને કામ પર રાખ્યા હતા. એન્ડી એન્ડ એસ-ટીમે આ અઠવાડિયે અમારી કોર્પોરેટ વર્કફોર્સમાં ઇન્ક્રીમેન્ટલ હાયરિંગ પર પ્રતિબંધ લગાવવાનો ફેંસલો કર્યો છે.'
બેથ ગૈલેટીએ આગળ કહ્યું કે હાયરિંગ ફ્રીજ કેટલાક મહિનાઓ સુધી ચાલશે. મેમોમાં કહેવામાં આવ્યું છે, 'અમે હવેના કેટલાક મહિનાઓ માટે આને જાળવી રાખવાની આશા રાખીએ છીએ. અમે અર્થવ્યવસ્થા અને વ્યવસાયમાં જે કંઇ જોઇ રહ્યાં છીએ તેના પર નજર રાખવાનું ચાલુ રાખીશું.'
મેમોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે હાયરિંગ ફ્રીજ થવા છતાં કંપની 'ટાર્ગેટેડ પ્રોજેક્ટ્સ' માટે નવા કર્મચારીઓને નિયુક્ત કરશે સાથે જ સ્વેચ્છાએ કંપની છોડનારા કર્મચારીઓની જગાએ રિપ્લેસમેન્ટ પણ કરશે. મેમોમાં કહેવામાં આવ્યું છે, 'નવા અવસરો પર જનારા કર્મચારીઓને બદલવા માટે અમે બૈકફિલ હાયર કરીશું અને કેટલીક ટાર્ગેટેડ જગા છે, જ્યાં અમે લોકોને હાયર કરવાનું ચાલુ રાખીશું.'
નોટમાં આગળ કહેવામાં આવ્યું છે, 'અમે એક અસામાન્ય માઇક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટનો સામનો કરી રહ્યા છીએ. આ ઇકોનોમિક એન્વાયરમેન્ટની વચ્ચે અમારા હાયરિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું બેલેન્સ કરવા માગીએ છીએ. આ પહેલી વાર નથી, આની પહેલાં પણ કેટલીય વાર ચેલેન્જિંગ ઇકોનોમીઝનો સામનો કર્યો છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.