અમેરિકામાં હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ મૂશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં છટણી બાદ તેમને દેશમાં પરત ફરવા માટે મજબૂર બનવું પડ્યું છે. જોકે, નોકરી ગયા પછી તેમના વર્ક વિઝા સમાપ્ત થઈ રહ્યા છે અને બાકીના સમયગાળામાં નોકરી નહીં મળવાના કારણે તેમની પાસે પરત ફરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.
2,00,000 IT પ્રોફેશનલ્સની નોકરી ગઈ
ધ વોશિંગટન પોસ્ટ મુજબ, ગયા વર્ષે નવેમ્બરથી લગભગ 2,00,000 IT પ્રોફેશનલ્સને નીકાળી દેવામાં આવ્યા છે. છટણી કરવાનારમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓ સામેલ છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નીકાળી દેવામાં આવેલા લોકોમાં 30થી 40% ભારતીય IT પ્રોફેશનલ્સ છે. જેમાંથી મોટી સંખ્યામાં એચ-1બી અને એલ 1 વિઝા પર હતા.
H 1 બી અને L-1B શું હોય છે?
એચ 1 બી વિઝા સામાન્ય એ લોકોને આપવામાં આવે છે કે જે કોઈ ખાસ વ્યવસાય(જેમકે-IT પ્રોફેશનલ, આર્કિટ્રેક્ચર, હેલ્થ પ્રોફેશનલ વગેરે) સાથે જોડાયેલા હોય છે. આવા પ્રોફેશનલ્સ જેમને નોકરી ઓફર થાય છે, તેમને જ વિઝા મળી શકે છે. આ સંપૂર્ણ રીતે એમ્પલોયર પર નિર્ભર કરે છે. એટલે જો એમ્પલોયર નોકરી પરથી નીકાળી દે અને બીજો એમ્પલોયર ઓફર ન કરે તો વીઝા સમાપ્ત થઈ જાય.
L-1A અને L-1B વીઝા ટેમ્પરેરી ઈન્ટ્રાકંપની ટ્રાન્સફરીઝ માટે ઉપલબ્ધ છે જે મેનેજીરિઅલ પોજીશન પર કામ કરે છે કે સ્પેશલાઈઝ્ડ નોલેજ રાખે છે. એલ-1 બી વીઝા હેઠળ કંપનીઓએ એમ્પલોઈઝને ઓછામાં ઓછું એક વર્ષ માટે અમેરિકા મોકલવાની પરવાનગી મળતી હોય છે. આ એવા લોકોને આપવામાં આવે છે જે ત્યાં સ્થાયી રીતે રહેવા નથી જતા.
60 દિવસની અંદર શોધવી પડશે નવી નોકરી
એમેઝોનની કર્મચારી ગીતા(નામ બદલ્યું છે) ત્રણ મહિના અગાઉ જ અમેરિકા આવી હતી. આ અઠવાડિયે તેમને કહેવામાં આવ્યું કે, 20 માર્ચ તેમનો છેલ્લો વર્કિંગ ડે છે. એચ-1 બી વીઝા ધારકો માટે સ્થિતિ હજી પણ વધુ ખરાબ બની ગઈ છે, કેમ કે તેમને 60 દિવસની અંદર નવી નોકરી શોધવી પડશે નહિ તો તેઓ પાસે ભારત પરત ફરવા સિવાય અન્ય કોઈ રસ્તો નહિ બચે.
સ્થિતિ ખરેખર કઠિન બની છે...
એક અન્ય IT પ્રોફેશનલને, 18 જાન્યુઆરીએ માઈક્રોસોફ્ટમાંથી નીકાળી દેવામાં આવ્યા હતા. તે સિંગલ મધર છે. તેમનો પુત્ર હાઈ સ્કૂલ જૂનિયર ઈયરમાં છે, અને કોલેજમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યું, ‘આ સ્થિતિ ખરેખબર ઘણી કઠિન છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે હજારો ટેક એમ્પ્લોઈઝને છટણીનો સામનો કરવો પડ્યો છે, વિશેષ રૂપે એચ-1 બી વીઝા પર જે લોકો છે, તેઓ વધુ પડકારોનો સામનો કરી રહ્યા છે. તેઓ અમેરિકામાં રહેવા માટે જુદા-જુદા પ્રયત્નો કરી રહ્યા છે.’
અભ્યાસ છુટશે, ઘર વેચીને પરત ફરવું પડશે
સિલિકોન વેલીમાં એક બિઝનેસમેન અને કમ્યુનિટી લીડર અજય જૈને કહ્યું, ‘આની પરિવારો પણ ઘણી માઠી અસર થઈ શકે છે. તેઓએ તેમની પ્રોપર્ટી વેચવી પડી શકે છે. તેમજ બાળકોના અભ્યામાં પણ અવરોધ ઉભો થઈ શકે છે. ટેક કંપનીઓ માટે એ ફાયદાકારક હશે કે તેઓ એચ-1બી કર્મચારીઓની વીઝા તારીખ થોડા મહિનાઓ સુધી વધારી દે કેમ કે હાલની પરિસ્થિતિઓમાં, નાના સમયગાળમાં નોકરી મેળવવી અસંભવ બની જશે.’
આઈટી કર્મચારીઓએ બનાવ્યા વોટ્સએપ ગ્રુપ
નોકરીમાંથી નીકાળી દેવામાં આવેલા ભારતીય IT કર્મચારીઓએ તેમની ભયાનક સ્થિતિનું સમાધાન શોધવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. એક વોટ્સએપ ગ્રુપમાં 800થી વધુ બેરોજગાર ભારતીય IT કર્મચારી છે જે દેશમાં હાજર વેકેન્સીની ડિટેલ્સ ગ્રુપમાં પોસ્ટ કરી રહ્યા છે. એક અન્ય ગ્રુપમાં, તેઓ વિવિધ વીઝા વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.