તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનલોક:કોવિડ-19 પછી 75 ટકા ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રિકવરી જોવા મળી

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં લોકડાઉન બાદ ઝડપથી રિકવરી જોવા મળી છે. રોકાણકાર પણ સ્ટાર્ટઅપ્સમાં રોકાણો વધારી રહ્યા છે. 75 ટકા સ્ટાર્ટઅપ્સમાં ઝડપી પણ ટકાઉ ગ્રોથ જોવા મળ્યો છે. ગ્લોબલ નોન પ્રોફિટ TiE નેટવર્ક અને ઝિનનોવની TiE દિલ્હી-એનસીઆરના રિપોર્ટ અનુસાર, વાસ્તવમાં કોવિડ-19ને લીધે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ પર સૌથી વધુ માઠી અસરો જોવા મળી હતી. માર્ચથી જૂન દરમિયાન લોકડાઉનના પગલે સ્ટાર્ટઅપની આવકો શૂન્ય સુધી પહોંચી હતી. લોકડાઉનમાં ફંડિંગ 50 ટકા સુધી ઘટ્યુ હતું. 40 ટકા સ્ટાર્ટઅપ્સમાં નેગેટીવ અસરો જોવા મલી હતી. જ્યારે 15 ટકા ભારતીય સ્ટાર્ટઅપ્સને તાળા વાગ્યા હતા.

રોકાણકારોનો સેન્ટિમેન્ટ અને માગમાં વૃદ્ધિ થઈ છે. આશરે 30 ટકા સ્ટાર્ટઅપ્સ વૈકલ્પિક આવક પ્રવાહ માટે નવા બજારો તરફ વળ્યા છે. જ્યારે 55 ટકા સ્ટાર્ટઅપ્સ નફાકારકતા પર ફોકસ કરતાં મૂડી ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે. કુલ રોકાણો અને યુનિક ફંડ ધરાવતા સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ડીલ પ્રક્રિયા પણ સપ્ટેમ્બર, 2020ના અંતે પૂર્ણ થતા ત્રિમાસિકમાં પ્રિ-કોવિડના સ્તરે પહોંચી છે. પ્રથમ ત્રિમાસિકના 98 ટકા ફંડિંગ થઈ ચૂક્યુ છે. ટિકિટ સાઈઝમાં વધારો તેમજ પ્રથમ વખત રોકાણ મેળવતા સ્ટાર્ટઅપ્સની સંખ્યા પણ પ્રિ-કોવિડ સ્તરે પહોંચી છે. 2020માં સાત ભારતીય સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન સ્ટેટ્સે પહોંચ્યા છે. કોવિડ-19માં ચાર હતા.

ભારતમાં 100 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ બનશે
કોવિડ-19ના લીધે નોંધાયેલા પરિવર્તનોએ આપણી ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી છે. ભારતમાં 2025 સુધી 100 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ નોંધાવાનો આશાવાદ TiE દિલ્હી-એનસીઆરના પ્રેસિડન્ટ રાજન આનંદને કર્યો છે. 2020ના અંતે પ્રત્યક્ષપણે સાડા સાત લાખ જ્યારે પરોક્ષમાં 26થી 28 લાખ રોજગાર સર્જન કરશે. 2025 સુધી 16 લાખ પ્રત્યક્ષ રોજગાર સર્જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો