ડિ-ગ્રોથ:કોરોના બાદ આઇટી ક્ષેત્રે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં રોજગારી વધી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં મોટા ભાગના તમામ સેક્ટરમાં ડિ-ગ્રોથ જોવા મળ્યો હતો. ખાસકરીને સૌથી મોટી અસર આઇટી ઇન્ડસ્ટ્રીઝ પર પહેલી અને બીજી લહેર દરમિયાન જોવા મળી હતી પરંતુ છેલ્લા એકાદ વર્ષથી સેક્ટરમાં ફરી ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. ખાસકરીને ડિજીટલ ટ્રાન્સર્ફોમેશનના કામકાજમાં આવેલા ઊછાળાને કારણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) ઉદ્યોગમાં રોજગારીનો દર બમણા દરે વધ્યો છે એમ આરવ સોલ્યુશનનના ફાઉન્ડર સીઇઓ રાજ દરજીનું કહેવું હતું. એક તરફ નવા કર્મચારીઓની માગ વધી છે તો બીજી તરફ કંપનીઓમાં હાલ એટ્રીએશન રેશિયો (નોકરી બદલવાનો) પણ ઊંચો રહ્યો હોવાનો અનુભવ કંપનીઓ કરી રહી છે.

આઇટી કંપનીઓની કર્મચારીઓની વધતી માગની સાથે સ્કિલ લેબરની અછત પણ ઉદ્યોગમાં જોવા મળે છે અને તેને ધ્યાનમાં લઇને કંપનીએ એડપટેક્સ લેબ શરૂ કરી છે જે નોકરીમાં સીધી કામ લાગી શકે તેવી સ્કિલની જાણકારી અને ટ્રેનિંગ પૂરી પાડશે. ટોચની આઇટી કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળામાં નવા કર્ચમારીઓ ઉમેરવાની સંખ્યામાં વૃદ્ધિ જોવાઈ હતી. આનું કારણ કોરોના પછી બેન્કિંગ, ટેલિકોમ, યુલિટીલીઝ, જાહેર ક્ષેત્રના યુનિટ વગેરે ક્ષેત્રે ડિજીટાઇઝેશન પર મૂકવામાં આવેલા ભારને કારણે વધેલા કામકાજનું છે.

કંપનીઓ માટે નવી માગને પહોંચી વળવા કર્મચારીઓની સંખ્યા વર્ધાયા વગર છૂટકો નથી એમ જણાવીને રાજ દરજીએ કહ્યું હતું કે, કોરોના પછી અમારી કર્ચમારીઓની સંખ્યામાં જ બમણી વૃદ્ધિ થઇને 100થી 200ની થઈ છે. કંપની ન્યૂ જર્સીમાં હેડ ક્વાર્ટર ધરાવે છે.

છેલ્લા કેટલાક સમય દરમિયાન આઇટી ક્ષેત્રે સ્કિલ લેબર્સની મોટી અછચ જોવાઈ હોવાથી અમે યુર્નિવસિટી સાથે કે કોલેજ સાથે એવા વિષય ઓફર કરી રહ્યા છે, જે વિધાર્થીઓને તેમની જોબમાં સીધા ઉપયોગી નીવડી શકે. આ ઉપરાંત અમે ગત્ વર્ષે 9માં ધોરણથી લઇને 12માં ધોરણ સુધીના વિધાર્થીઓ માટે સનવિદ પાયલોટ પ્રોજેક્ટ પણ અમલી કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...