હજુ એક ટેક કંપની છટણી કરશે:ગૂગલ-એમેઝોનથી લઈ મેટા જેવી મોટી કંપનીઓ બાદ હવે સ્પોટિફાઇ કર્મચારીઓને નીકાળશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ, એમેઝોન, મેટા(ફેસબુક) અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓ બાદ હવે સ્પોટિફાઇ(Spotify) ટેક્નોલોજી પણ કોસ્ટ કટિંગને ધ્યાને લઈ છટણી કરવાનો પ્લાન બનાવી રહી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, કંપની આ સપ્તાહની શરૂઆતમાં છટણીની એનાઉન્સમેન્ટ કરી શકે છે.

સ્પોટિફાઇએ ઓક્ટોબરમાં 38 એમ્પ્લોઈઝને નીકાળ્યા હતા
કંપનીએ ઓક્ટોબરમાં તેની ગિમલેટ મીડિયા અને પરકાસ્ટ પોડકાસ્ટ સ્ટૂડિયોનીમાંથી 38 એમ્પ્લોઈઝની છટણી કરી હતી. હવે કંપની એકવાર ફરી છટણી કરવાનો પ્લાન બનાવી રહી છે, પરંતુ કેટલા એમ્પ્લોઈઝની નોકરી જશે તેની સંખ્યા જણાવવામાં આવી નથી.

સ્પોટિફાઇમાં હાલમાં લગભગ 9,800 એમ્પ્લોઈઝ
​​​​​​​
સ્પોટિફાઈની થર્ડ-ક્વાર્ટરની અર્નિંગ્સ રિપોર્ટ મુજબ, મ્યૂઝિક-સ્ટ્રીમિંગ દિગ્ગજ પાસે હાલમાં 9,800 એમ્પ્લોઈઝ છે. આને બાદ કરતા સ્પોટિફાઇએ 2019થી પોડકાસ્ટિંગમાં એક મોટું રોકાણ કર્યું છે. સ્પોટિફાઈએ સંપાદન અને પોપ્યુલર શોના રાઈટ્સ પર એક બિલિયન ડોલરથી વધુ ખર્ચ કર્યો હતા, પરંતુ કંપનીને આ રાકાણમાંથી હજી સુધી કોઈ રિટર્ન મળી શક્યું નથી.

ત્યારે બીજી બાજુ સ્પોટિફાઈના શેરોમાં ગયા વર્ષે 66%નો ઘટાડો આવ્યો હતો. સ્પોટિફાઇના અધિકારીઓએ જૂનમાં કહ્યું હતું કે, પોડકાસ્ટ બિઝનેસ 1થી 2 વર્ષોમાં લાભદાયક થઈ જશે.

ઈનમોબીએ 50-70 એમ્પ્લોઈઝને નોકરીમાંથી કાઢ્યા
​​​​​​​
તાજેતરમાં જ ઈન્ડિયાની પહેલી યૂનિકોર્ન કંપની ઈનમોબી(inMobi)એ છટણી કરી છે. રિપોર્ટ્સ મુજબ, ઈનમોબીએ તેમની 2,600 એમ્પ્લોઈઝની ટોટલ વર્કફોર્સમાંથી 50-70 એમ્પ્લોઈઝને નોકરીમાંથી કાઢ્યા હતા.

ઘણી મોટી કંપનીઓમાં થઈ ચૂકી છે છટણી
ઈનમોબી અને સ્પોટિફાઇ અગાઉ ટ્વિટર, ગૂગલ, એમેઝોન, મેટા(ફેસબુક) અને માઈક્રોસોફ્ટ જેવી ટેક ઈન્ડસ્ટ્રીની ઘણી કંપનીઓએ પણ કોસ્ટ કટિંગના કારણે મોટી માત્રામાં છટણી કરી છે.

ગૂગલ 12,000 એમ્પ્લોઈઝને નિકાળશે
​​​​​​​
ગયા અઠવાડિયાના અંતમાં ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ Inc એ એનાઉન્સમેન્ટ કરી હતી કે, તે તેમની વર્લ્ડવાઈડ ટોટલ વર્કફોર્સમાંથી 6% એટલે 12,000 એમ્પોઈઝની છટણી કરશે. આ અગાઉ માઈક્રોસોફ્ટ કોર્પે 11,000(5%) અને એમેઝોને 18,000 એમ્પ્લોઈઝની છટણીની એનાઉન્સમેન્ટ કરી હતી.

ટ્વિટરે 5,200 એમ્પ્લોઈઝને નીકાળ્યા હતા
​​​​​​​
ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની મૂળ કંપની મેટાએ ગયા વર્ષે નવેમ્બરમાં તેની ટોટલ વર્કફોર્સમાંથી 13% એટલે 11,000 એમ્પ્લોઈઝની છટણી કરી હતી. મેટાથી અગાઉ ટ્વિટરે તેના 7,500 એમ્પોઈઝની ટોટલ વર્કફોર્સમાંથી 70% એટલે આશરે 5,200 એમ્પ્લોઈઝને નીકાળ્યા હતા. છટણી બાદ હવે ટ્વિટરમાં ફક્ત 2,300 એમ્પ્લોઈઝ જ બચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...