• Gujarati News
  • Business
  • After 4G, The Launch Of 5G Network Is Likely To Start From Srinathji, With Daughter in law Radhika, Took Vishalbawa's Blessings.

નાથદ્વારામાં મુકેશ અંબાણી:4G બાદ 5G નેટવર્કનું લોન્ચિંગ શ્રીનાથજીથી શરૂ કરે તેવી શક્યતા, પુત્રવધુ રાધિકા સાથે વિશાલબાવાના આશીર્વાદ લીધા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાળી પહેલા મુકેશ અંબાણી આખા દેશને ભેટ આપે તેવી પૂરી શક્યતાઓ છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા દિવાળી આસપાસ 5G નેટવર્કનું લોન્ચિંગ થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે- નાથદ્વારાથી 5G નેટવર્કની શરૂઆત થઈ શકે છે. જો કે, હાલ સત્તાવાર રીતે 5G નેટવર્કના લોન્ચિંગને લઈ રિલાયન્સ ગ્રુપ કે મુકેશ અંબાણી તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. નાથદ્વારાથી કરી હતી 4G નેટવર્કની શરૂઆત

મહત્વનું છે કે 4G નેટવર્કની શરૂઆત પણ મુકેશ અંબાણીએ નાથદ્વારાથી જ કરી હતી. સોમવારની સવારે રિલાયન્સ ગ્રુપ અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઉદયપુરના ડબોકમાં મહારાણા પ્રતાપ એરપોર્ટ પહોંચ્યા. અહીંથી તેઓ રોડ માર્ગે શ્રીનાથજી જવા નીકળ્યા હતા. શ્રીનાથજી મંદિરમાં ભોગ આરતી કરી પૂજા કરી હતી. શ્રીનાથજી આવેલા મુકેશ અંબાણીએ મંદિરના ગોસ્વામી વિશાલ બાબા સાથે મુલાકાત કરી હતી. તેમજ અંબાણી પરિવારની થનારી પુત્રવધુ રાધિક મર્ચન્ટે પણ આશીર્વાદ લીધા હતા. મુકેશ અંબાણીએ વિશાલા બાબા સાથે પુષ્ટિમાર્ગીય ઈતિહાસ પર ચર્ચા કરી હતી. મંદિરના નવ નિર્માણ પર પણ ચર્ચા કરી હતી. એક કલાક અને ત્રણ મિનિટ સુધી મુકેશ અંબાણી શ્રીનાથજી મંદિરમાં રોકાયા હતા.

અંબાણી પરિવારને શ્રીનાથજીમાં અતૂટ શ્રદ્ધા
અંબાણી પરિવારને વલ્લભ સંપ્રદાયના મુખ્ય સ્થાન એવા શ્રીનાથજી મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કે શુભ કાર્ય કરતા પહેલા રાજસ્થાનના આ મંદિરમાં ચોક્કસથી પૂજા અર્ચના કરે છે.પાંચ વર્ષ પહેલા 14 મેના રોજ કોઈને જાણ કર્યા વિના મુકેશ અંબાણી અહીં મુલાકાત કરવા પહોંચી ગયા હતા. મુકેશ અંબાણીના માતા કોકિલાબેન આ મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ છે. ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે અને તેઓ પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છે. એટલા માટે જ મુકેશ અંબાણીએ તેમના પરિવારના પ્રથમ લગ્ન - તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્નની શરૂઆત શ્રીનાથજીની મહાઆરતી સાથે કરી હતી. અને નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું, જે શ્રી વલ્લભાચાર્યજી દ્વારા રચાયેલું છે અને તેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રત્યેના અપાર પ્રેમની અભિવ્યક્તિ કરી હતી.શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે અને સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે.

અન્ય સમાચારો પણ છે...