ક્રિપ્ટો એસેટ પર ટેક્સ લાગુ થયા બાદથી દેશમાં ક્રિપ્ટો કારોબારની ચમક જવા લાગી છે. એક એપ્રિલથી ક્રિપ્ટો એસેટ્સથી આવક પર 30% ટેક્સ લાગુ થયા બાદથી અત્યાર સુધી ક્રિપ્ટો માર્કેટના વૉલ્યૂમમાં 40-50% ઘટાડો આવી ચૂક્યો છે. આ ઉપરાંત 1 જુલાઈથી લાગુ થનારા 1% ટીડીએસને લઈને સ્થિતિ સ્પષ્ટ ન થવાથી પણ દેશમાં આવા એસેટ્સને લઈને ઉદાસીનતા વધી છે.
ક્રિપ્ટો એક્સચેન્જ વજીર એક્સના વાઇસ પ્રેસિડન્ટ રાજગોપાલ મેનને જણાવ્યું, નિયમો ન હોવાના કારણે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જનું વૉલ્યૂમ 30-40% ઘટી ગયું છે. 30% ટેક્સ લાગુ થયા બાદ થોડા સમય માટે દેશનું ક્રિપ્ટો માર્કેટ સુધર્યું હતું, પરંતુ બેન્કિંગ સેક્ટરે હાથ પાછળ ખેંચી લીધા બાદ વૉલ્યૂમ ફરીથી ઘટવા લાગ્યું. કોઇન માર્કેટ કેપ અને કોઇન ગેકોના આંકડાઓ મુજબ, ટેક્સ લાગુ થયા બાદ વજીરએક્સ, કોઇન ડીસીએક્સ અને અન્ય ક્રિપ્ટો અેક્સચેન્જે વૉલ્યૂમ અને કિંમત, બંનેમાં ભારે ઘટાડો જોયો.
વજીરએક્સના વૉલ્યૂમમાં જ્યાં 65% ઘટાડો આવ્યો, બીજી તરફ કોઇન ડીસીએસનું વૉલ્યૂમ 64% ઘટી ગયું. જોકે મેથી લઈને આ મહિનામાં અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રિપ્ટો કરન્સીનું વૉલ્યૂમ 64% સુધી વધ્યું છે.એપ્રિલ-મે દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ક્રિપ્ટોના વૉલ્યૂમમાં ઘટાડો આવ્યો છે, પરંતુ તે ભારતની તુલનામાં ઓછો છે. રાજાગોપાલ મેનને કહ્યું, આંતરરાષ્ટ્રીય બજારમાં વેલ્યૂ ઘટવાનું અેક મોટું કારણ રશિયા-યૂક્રેનનું યુદ્ધ છે. આ સંકટે ક્રિપ્ટો માર્કેટને સમગ્રપણે હલાવી દીધું છે.
ક્રિપ્ટો મૂર્ખ બનાવનારી થિયરી આધારિત : ગેટ્સ
માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ક્રિપ્ટો કરન્સીને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે નૉન ફંજીબલ ટોકન્સ (એનએફટી) જેવા ક્રિપ્ટો પ્રોજેક્ટ્સને નકલી કરાર કરતાં કહ્યું કે આ મૂર્ખ બનાવવાની થિયરી પણ આધારિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.