તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Adequate Inflow Of Money Into The Market Despite Corona's Second Wave Will Not Create New Problems: Experts

ભાસ્કર ખાસ:કોરોનાની બીજી લહેર છતાં બજારમાં નાણાનો પૂરતો પ્રવાહ, નવી મુશ્કેલી સર્જાશે નહીંઃ નિષ્ણાતો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ સેગમેન્ટમાં ઝડપભેર માગ ખૂલવા સાથે વિભિન્ન યોજનાઓથી લિક્વિડિટી જળવાશે

કોરોના મહામારીની બીજી લહેર વધુ ધાતક સાબીત થઇ હોવા છતાં ચાલુ નાણાકીય વર્ષમાં બજારમાં પૂરતો નાણાકીય પ્રવાહ જળવાઇ રહેશે તેવો નિર્દેશ ટોચના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. નાણાકીય વ્યવહારો અર્મયાદિત ધોરણે જારી રહેશે. બીજી લહેરમાં મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન તેમજ આંશિક લોકડાઉનના કારણે વેપાર-ધંધાને અસર પડી હતી પરંતુ હવે વેપારચક્ર રાબેતા મુજબ બની ગયું છે જેના કારણે ઝડપી માગ ખુલશે અને તેનો સપોર્ટ મળી રહેશે.

કોવિડ-19ની પ્રથમ લહેરનો સામનો કરવા અગાઉ આરબીઆઈ દ્રારા લેવામાં આવેલા વિભિન્ન પગલાંઓ નાણાકીય બજારમાં પર્યાપ્ત લિક્વિડિટી જાળવી રાખી છે. આરબીઆઈએ વાર્ષિક રિપોર્ટ 2020-21માં જણાવ્યુ છે કે, આરબીઆઈ મોનેટરી પોલિસીના વલણને અનુરૂપ બજારમાં નાણાકીય પ્રવાહનુ સ્તર જાળવવા પૂરતા પ્રયાસો કરશે. જેથી, નાણાકીય સ્થિરતા જાળવવા નાણાકીય વ્યવહારો અમર્યાદિત ધોરણે જારી રહી શકે. આરબીઆઇએ અગાઉ રૂ. 10 હજાર કરોડના 3 વર્ષના લોંગ ટર્મ રેપો ઓપરેશન હાથ ધર્યા હતા.

જેની સ્મોલ ફાઈનાન્સ બેન્કોનો રેપોરેટ દેવાદારદીઠ રૂ. 10 લાખ સુધીની લોન સરળતાથી ફાળવી શકશે. નાણાકીય બજારો અને સંસ્થાઓના સંચાલન સામાન્ય બનાવવા સરકારના બોરોઈંગ પ્રોગ્રામને વેગ આપવામાં આવ્યો છે. જે 5.79 ટકા વેઈટેજ એવરેજ કોસ્ટ સાથે 17 વર્ષના તળિયે પહોંચ્યો છે.

બેન્કોએ એસેટ ક્વોલિટીનું નિરીક્ષણ કરવાની જરૂર
બેન્કોએ પોતાની બેડ લોન્સ અને એનપીએનુ ઉંડાણપૂર્વક નિરિક્ષણ કરવાની જરૂર આરબીઆઈએ દર્શાવી છે. કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવવા તેમજ સુપ્રિમ કોર્ટ દ્રારા એનપીએના વર્ગીકરણ પર પ્રતિબંધ દૂર થતાં બેન્કોએ બેડ લોન અલગ તારવી યોગ્ય પગલાં લેવાની કવાયત હાથ ધરવી જોઈએ. જેથી પારદર્શિતા જળવાઈ રહે. ગતવર્ષે જારી કરવામાં આવેલા છ માસના મોરેટોરિયમ પિરિયડના લીધે બેન્કોની આર્થિક સ્થિતિ પર જોખમ વધ્યુ છે. જો કે, ઉંચા મૂડી સંગ્રહ, રિકવરીમાં સુધારો તેમજ નફાકારતામાં વૃદ્ધિની મદદથી બેન્કો તણાવગ્રસ્ત સંપત્તિનો વહીવટ વધુ સારી રીતે કરવા સક્ષમ છે.

માગ-પુરવઠામાં અસંતુલન મોંઘવારીમાં વધારો કરી શકે
કોવિડ-19ના લીધે માલ પરિવહન તેમજ ઉત્પાદનમાં મુશ્કેલીઓ વધતાં માગ-પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાયુ છે. જેના પગલે કઠોળ, અનાજ સહિત તમામ ખાદ્યાન ચીજોના ભાવ 2020-21ના અંત સુધી આસમાને પહોંચ્યા છે. જો આ દોર જારી રહ્યો તો આગામી સમયમાં જથ્થાબંધ અને રિટેલ ફુગાવો વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, માગમાં રિકવરી તેમજ ઓપેક દ્રારા ક્રૂડ ઉત્પાદનમાં કાપનુ વલણ જારી રહેતાં ક્રૂડના ભાવ હજુ વધવાની અપેક્ષા છે. જેની અસર કોમોડિટીના ભાવો પર જોવા મળશે. બીજી લહેરમાં મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન તેમજ આંશિક લોકડાઉનના કારણે વેપાર-ધંધાને અસર પડી હતી તેના કારણે કામચલાઉ અર્થતંત્રને બ્રેક જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...