જીડીપી ગ્રોથ:ADBએ અપેક્ષિત આર્થિક વૃદ્ધિ દર ઘટાડ્યો, 10%ગ્રોથ રહેવાનો અંદાજ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષમાં 10 ટકા રહેવાનો અંદાજ આપતાં એશિયન ડેવલોપમેન્ટ બેન્કે જીડીપી ગ્રોથ અંદાજમાં ઘટાડો કર્યો છે. કોરોના વાયરસની પ્રતિકૂળ અસરોના પગલે દેશના જીડીપી ગ્રોથ અંદાજમાં ઘટાડો કર્યો છે. અગાઉ એપ્રિલમાં 11 ટકા જીડીપી ગ્રોથ રહેવાનો અંદાજ આપ્યો હતો.

ગત નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રિકવર થઈ 1.6 ટકા નોંધાયો છે. જ્યારે 2020-21નો જીડીપી ગ્રોથ 8 ટકા અંદાજ સામે સુધરી 7.3 ટકા નોંધાયો હતો. કોવિડની બીજી લહેરના લીધે ઘણા રાજ્યોમાં આર્થિક ગતિવિધિઓ થંભી હતી.

પરિણામે એડીબીએ 2020-21 માટે જીડીપી ગ્રોથ અંદાજ 11 ટકા ઘટાડી 10 ટકા કર્યો છે. હાલ દેશમાં વેક્સિનેશન અભિયાનની ગતિ મંદ પડી છે. ઓગસ્ટમાં ત્રીજી લહેર આવવાના અહેવાલો છે. તમામ માપદંડોને ધ્યાનમાં લેતાં ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ અંદાજ ઘટવાની શક્યતા છે.

ચીનનો જીડીપી ગ્રોથ 2021માં 8.1 ટકા અને 2022માં 5.5 ટકા રહેવાનો અંદાજ છે. વધુમાં એડીબીએ સાઉથ એશિયા પર ઈકોનોમિક આઉટલુક ઘટાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગો અને ગ્રાહકોએ મહામારીનો સામનો કરવાનો રસ્તાઓ અપનાવ્યા છે. જેના પગલે નવી લહેરની આર્થિક પ્રક્રિયા પર અસર થવાની શક્યતા ગતવર્ષ કરતાં ઓછી છે. 2021માં જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી 9.5 ટકા ઘટાડા સામે 2022 માટે 8.9 ટકા જીડીપી ગ્રોથ વધવાનો અંદાજ છે. વિકસતા એશિયામાં રિકવરી જોવા મળી છે.

એશિયન ડેવલોપમેન્ટ આઉટલુક 2021માં આ વર્ષે ગ્રોથ અંદાજમાં સુધારો કરી 7.3 ટકા સામે ઘટાડી 7.2 ટકા કર્યો છે. ગત નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રિકવર થઈ 1.6 ટકા નોંધાયો છે. જ્યારે 2020-21નો જીડીપી ગ્રોથ 8 ટકા અંદાજ સામે સુધરી 7.3 ટકા નોંધાયો હતો. જ્યારે 2022 માટે 5.3 ટકા જીડીપી ગ્રોથ અંદાજ સામે સુધારો કરી 5.4 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...