તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Adani Shares Return More Than 100%, India To Become ડો 5 Trillion Economy: Gautam Adani

અદાણી ગ્રુપની AGM:અદાણીના શેરે 100%થી વધુ રિટર્ન આપ્યું, ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશેઃ ગૌતમ અદાણી

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જીના શેરે રોકાણકારોને છેલ્લા એક મહિનામાં ઘણુ નુકસાન પહોંચાડ્યું

અદાણી ગ્રુપની એન્યુઅલ જનરલ મીટિંગ(AGM) આજે થઈ હતી. મીટિંગમાં શેરહોલ્ડર્સને સંબોધિત કરતા ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફ્રન્ટલાઈન વર્કર્સ દ્વારા મહામારી દરમિયાન કરાયેલા કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે અદાણી ગ્રુપના શેરે 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 14 જૂને આવેલા એક મીડિયા રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે.

અદાણી કરાઈકલ બંદરને ખરીદે તેવી શકયતા
પુડ્ડુચેરીમાં એનડીએની સત્તા આવતા જ ગૌતમ અદાણીનો રસ્તો અહીં માટે પણ ખુલી ગયો છે. તેનું ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છે. અદાણી ગ્રુપની પોર્ટ કંપની હવે પુડ્ડુચેરીમાં કરાઈકલ બદરને ખરીદવા માટે વાતચીત કરી રહી છે. અદાણી પોર્ટ એસઈઝેડ કદાચ ગોવા પછી કોઈ અન્ય પર્યટન સ્થળમાં પોતાની ઉપસ્થિતિ સાબિત કરી શકે છે. અદાણી ગ્રુપની પ્રમુખ સબસિડિયરી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ પુડુચેરીમાં કરાઈકલ બંદરને લગભગ 1,500થી 2,000 કરોડ રૂપિયામાં ખરીદવાની તૈયારી કરી રહી છે.

અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરોએ રોકાણકારોને છેલ્લા એક મહિનામાં ઘણુ નુકસાન પહોંચાડ્યું છે. ચાલો જાણીએ શેરહોલ્ડર્સને શું કહ્યું ગૌતમ અદાણીએ.

અદાણીએ કહ્યું અમારા લિસ્ટેડ પોર્ટફોલિયો માટે અબિટડા 32,000 કરોડ રૂપિયાથી વધુ હતો. 22 ટકાની વાર્ષિક વૃદ્ધિ. તમામ અદાણીના શેરે 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું અને અમારા વ્યવસાયોએ સુનિશ્ચિત કર્યું કે અમે તમને, અમારા ઈક્વિટી શેરહોલ્ડર્સને 9500 કરોડ રૂપિયા જેટલા પરત કર્યા છે.

ચેરમેન ગૌતમ અદાણીએ વધુમાં કહ્યું ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા થશે અને પછી આગામી બે દશકામાં 15 ટ્રિલિયન ડોલરથી વધુની અર્થવ્યવસ્થા બની જશે. ભારત કન્ઝપ્શન, આકાર અને બજાર બંને મામલામાં સૌથી મોટા વૈશ્વિક બજારોમાંથી એક બનીને ઉભરશે.