ભાસ્કર ઇનસાઇટ:અદાણી જૂથનો સંપૂર્ણ કારોબાર હજી પણ રિલાયન્સ જૂથના છઠ્ઠા ભાગથી પણ નાનો

મુંબઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટકેપના સ્થાને બિઝનેસના વાસ્તવિક આંકડાઓ જેવાં પેરામીટર્સ ધ્યાને લેવાય
  • માર્કેટકેપિટલાઇઝેશનના આધારે ઉદ્યોગોની તુલના કઇ રીતે બેઇમાની ગણાય

અદાણી જૂથના શેર્સમાં હાલમાં આવેલા ઘટાડાના થોડાંક જ સમય પૂર્વે એવી ચર્ચા જોરશોરથી શરૂ થઇ હતી કે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ટૂંક સમયમાં જ રિલાયન્સ સમૂહના ચેરમેન અને દેશના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને પાછળ રાખીને સૌથી અમીર વ્યક્તિ બની જશે.

શું વાસ્તવમાં અદાણી સમૂહનો કારોબાર એટલો બધો વધી ગયો છે કે, તે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સને પાછળ છોડવાની સ્થિતમાં આવી ગયું છે? તેનો જવાબ છે ના. વાસ્તવામાં ઉદ્યોગપતિઓની સમૃદ્ધિ માટે તેમની કંપનીના માર્કેટકેપિટલાઇઝેશનને એકમાત્ર માપદંડ તરીકે ગણવાના કારણે આ ગેરસમજ થતી હોય છે.

માર્કેટકેપની જગ્યાએ જો બિઝનેસના વાસ્તવિક આંકડાઓ જેવાં કે, જૂથની આવકો, ચોખ્ખો નફો વગેરેને ધ્યાનમાં લેવામાં આવે તો મોટાભાગના મોરચાઓ ઉપર અદાણી સમૂહની તમામ કંપનીઓની સ્થિતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરતાં સાડા છ ગણી ઓછી છે. તેવી જ રીતે બન્ને જૂથના ચોખ્ખા નફામાં પણ સાડા છ ગણું અંતર છે. તેનાથી આગળ વધીએ તો રિલાયન્સ હવે દેવા મુક્ત કંપની છે.

જ્યારે અદાણી જૂથ ઉપર 1.41 લાખ કરોડનું જંગી દેવું છે. અલ્ટામાઉન્ટ કેપિટલ મેનેજમેન્ટના ડિરેક્ટર પ્રકાશ દિવાન કહે છે કે, ‘ માર્કેટકેપિટલાઇઝેશન કોઇપણ કંપનીની વેલ્યૂ નથી હોતી’. તેમણે જણાવ્યું કે, જો કોઇ કંપનીનો શેર વધે તો તેનું માર્કેટકેપ વધતું હોય છે.

તેનો મતલબ સહેજે એવો ના તારવી શકાય કે, કંપનીની વેલ્યૂ વધી ગઇ છે. આ તો એવી વાત થઇ કે, કોઇ રૂ. 20ની વસ્તુની માગ અચાનક વધી જાય અને રૂ. 50માં વેચાય તો સ્પષ્ટ છે કે, તેની વેલ્યૂ નથી વધી.

અદાણીના 3 શેરમાં 3જા દિવસે મંદીની સર્કિટ
અદાણી જૂથની કંપનીઓમાં બુધવારે પણ સતત ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેર્સમાં ત્રીજા દિવસે પણ લોઅર સર્કિટ વાગી હતી.

અન્ય સમાચારો પણ છે...