તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી લેવાલી:અદાણી જૂથના પ્રમોટર્સે વેચવાલીના પ્રેશર સામે 1810 કરોડના શેર ખરીદયા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 FPI દ્વારા મૂડી રોકાણ ગેરરીતિ મામલે ભારે ઊહાપોહની સ્થિતિ

અદાણી ગ્રુપના પ્રમોટર્સે છેલ્લા કેટલાક દિવસોથી વેચવાલીના પ્રેશરમાં કંપનીના શેર્સમાં ખરીદી વધારી છે. જૂન માસમાં અત્યારસુધીમાં રૂ. 1810 કરોડથી વધુની કિંમતના શેર્સ ખરીદી ચૂક્યુ છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીના રેગ્યુલેશન્સ-2015ના નિયમ 7 અંતર્ગત કરવામાં આવેલા ખુલાસામાં આ માહિતી જાહેર થઈ છે.

જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ તેમજ અદાણી ગ્રીન એનર્જીમાં પ્રમોટર્સે 10થી 22 જૂન દરમિયાન હોલ્ડિંગ વધાર્યુ છે. વિદેશી પ્રમોટર ગ્રુપ કંપની વર્લ્ડ વાઈડ ઈમર્જિંગ માર્કેટ હોલ્ડિંગ્સ અને ઈન્ફાઈનાઈટ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ (આઈટીઆઈ)એ અદાણી પોર્ટમાં હિસ્સો 3.8 ટકાથી વધારી 3.97 ટકા અને 0 ટકાથી વધારી 0.09 ટકા કર્યો છે. ડબ્લ્યૂડબ્લ્યૂઈએમએચે 18થી 22 જૂન દરમિયાન અદાણી પોર્ટ્સના 33 લાખથી વધુ શેર ખરીદ્યા છે.

જ્યારે આઈટીઆઈએ 19.3 લાખના શેર ખરીદ્યા છે. જેની કુલ કિંમત રૂ. 126.8 કરોડ છે. પરિણામે, પ્રમોટર ગ્રુપ દ્રારા 52.2 લાખ શેર ખરીદી સાથે કુલ હિસ્સો 63.74 ટકાથી વધારી 63.99 ટકા થયો છે. વિદેશી સંસ્થાઓના રોકાણ મુદ્દે ગેરરીતીના પગલે અદાણી જૂથના શેર્સમાં દિવસો સુધી ભારે કડાકો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...