માપદંડોનું ઉલ્લંઘન:અદાણી જૂથે અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટ પર બ્રાન્ડિંગ-લોગોના નિયમ તોડ્યા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ ઓથોરિટીની સમિતિની તપાસ પછી સુધારા શરૂ

એરપોર્ટ ઓથોરિટીની ત્રણ સમિતિઓને જાન્યુઆરી મહિનામાં અમદાવાદ, મેંગ્લુરુ અને લખનઉ એરપોર્ટ પર અદાણી જૂથે બ્રાન્ડિંગ અને લોગોના માપદંડોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું. આ સમિતિઓ મુજબ એરપોર્ટના સંચાલનમાં અપાયેલી રાહત સમજૂતીમાં નિશ્ચિત શરતોનું પાલન થયું નથી. ત્યારપછી કંપનીએ બ્રાન્ડિંગ અને ડિસ્પ્લેમાં પરિવર્તન કરવાનું શરૂ કર્યું છે. જેથી તેમને મળેલી રાહત જળવાઈ રહે.

અદાણી જૂથની કંપનીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે ગયા વર્ષે આ એરપોર્ટના સંચાલન અંગે સમજૂતી થઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે 29 જૂને લખનઉ અને મેંગ્લુરુ એરપોર્ટ પર બ્રાન્ડિંગ અને ડિસ્પ્લેની પ્રક્રિયામાં પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી હતી.

અમદાવાદમાં કામ પૂરું થઈ ગયું છે. અદાણી જૂથે ફેબ્રુઆરી 2019માં આ ત્રણ એરપોર્ટના સંચાલનનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. જૂથની કંપનીઓ-અદાણી લખનઉ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અદાણી મેંગ્લુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અદાણી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે ફેબ્રુઆરી 2020માં એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર કર્યો હતો.

કંપનીઓએ ઓક્ટોબર અને નવેમ્બર 2020માં એરપોર્ટનું સંચાલન સંભાળ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીને ડિસેમ્બરમાં એરપોર્ટ પર બ્રાન્ડિંગ અને ડિસ્પ્લે સમજૂતી મુજબ નહીં હોવાથી ત્રણે કંપનીઓને તેમાં સુધારો કરવા કહ્યું હતું. પહેલા આ કંપનીઓએ કહ્યું કે સમજૂતીમાં નિશ્ચિત માપદંડોનું પાલન કરાયું છે. ત્યારપછી એરપોર્ટ ઓથોરિટીએ તમામ હોલ્ડિંગ અને ડિસ્પ્લેનો સંયુક્ત સર્વેક્ષણ કરવા ત્રણ અલગ-અલગ સમિતિની રચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...