તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Adani Group Becomes First Generation Company To Reach 100 Billion Market Capitalization

સિદ્ધિ:પહેલી પેઢીની કંપનીમાં 100 અબજ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશન પર પહોંચનારૂ અદાણી ગ્રુપ પહેલું

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શેરધારકોને ઓનલાઈન સંબોધતા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી - Divya Bhaskar
શેરધારકોને ઓનલાઈન સંબોધતા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી
  • 2021-22ની શરૂમાં જ અદાણીની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.46 લાખ કરોડ થયું
  • ભારત પહેલા બે દાયકામાં 15 ટ્રિલિયન ડોલરથી વધુનું અર્થતંત્ર બનશે: ગૌતમ અદાણી

આજે સોમવારે અદાણી ગ્રુપની ઓનલાઈન વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી અને ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરધારકોને સંબોધ્યા હતા. આ AGMમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ નવા નાણાકીય વર્ષના પહેલા જ સપ્તાહમાં અમારી લિસ્ટેડ કંપનીઓના પ્રદર્શનથી અમારા નવા પોર્ટફોલિયોનું માર્કેટ કેપિટલાઈઝેશન 100 અબજ ડોલરને વટાવી ગયું છે. મૂલ્યાંકનનું આ આ સીમાચિહ્ન પ્રથમ પેઢીની ભારતીય કંપની માટે પ્રથમ છે.

શેરધારકોને રુ. 95,000 કરોડનું વળતર મળ્યું
ગૌતમ અદાણી જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2021 માટે, અદાણી ગ્રૂપનો લિસ્ટેડ પોર્ટફોલિયો માટે કોન્સોલિડેટેડ EBITDA રુ. 32,000 કરોડથી વધુ હતું, જે વાર્ષિક 22%ની વૃદ્ધિ છે. અદાણીના તમામ સ્ટોક્સે 100%થી વધુ વળતર આપ્યું છે. અને અમારા વ્યવસાયોએ ઇક્વીટી શેરધારકોને લગભગ રુ. 95,000 કરોડનું વળતર મળે તેની ખાતરી કરી છે. કર બાદનો વાર્ષિક ધોરણે આ નફામાં 166%નો વધારો છે.

ભારત 15 ટ્રિલિયન ડોલરથી વધુનું અર્થતંત્ર બનશે
ગૌતમ અદાણી શેરધારકોને સંબોધતા જણાવ્યું હતું કે, શું આગામી ચાર વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું ભારતનું લક્ષ્ય સિધ્ધ થવા પાત્ર છે? હું અંગત રીતે તેને અસંગત પ્રશ્ન તરીકે જોઉં છું. ઇતિહાસે બતાવ્યું છે કે મહામારીની દરેક કટોકટીમાંથી અનેક બોધપાઠ ઉભરી આવે છે અને હું માનું છું કે આ રોગચાળામાંથી પસાર થવા માટે ભારત અને વિશ્વ સમજદાર છે. ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે અને ત્યારબાદ આગામી બે દાયકામાં 15 ટ્રિલિયન ડોલરથી વધુનું અર્થતંત્ર બનશે. માર્કેટ કેપિટલ અને વપરાશના કદના સંદર્ભમાં વિશ્વના બજારોમાં ભારત સૌથી વિશાળ બજાર તરીકે ઉભરી આવશે.

લોજિસ્ટિક સેગમેન્ટમાં માર્કેટ શેર વધ્યો
ગૌતમ અદાણી કહ્યું કે, અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોને પોતાને એકીકૃત બંદરો અને લોજિસ્ટિક્સ કંપનીમાં પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. નાણાકીય વર્ષ 2021 એ હકીકતમાં પરિવર્તનશીલ વર્ષ હતું અને જ્યારે ભારતના બંદર આધારિત કાર્ગો વ્યવસાયનો 25% અને કન્ટેનર સેગમેન્ટ બજારનો તેનો હિસ્સો વધીને 41% થયો તે સાથે APSEZએ એક સીમાચિહ્ન પાર કર્યું છે. તેણે મુન્દ્રામાં એલએનજી અને એલ.પી.જી.ના વ્યવસાય સાથે વધુ વૈવિધ્યકરણ કરવાનું ચાલુ રાખીને તેના પોર્ટફોલિઓમાં ઉમેરો કર્યો છે. અને ધામરામાં એલએનજીનું સંચાલન ઉમેરવામાં આવી રહયું છે.વિશ્વની બંદરના વેપાર સાથે સંકળાયેલી કોઇ કંપની આ કક્ષાએ પહોંચી નથી.

અદાણી ગ્રીન વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા કંપની બની
AGMમાં ગૌતમ અદાણી કહ્યું કે, અદાણી ગ્રીન એનર્જી રીન્યુએબલ ઉર્જાના ભવિષ્યની નવી કેડી કંડારી રહી છે. એક સફર જે અમે 2015માં શરૂ કરી હતી તે 2020માં વિશ્વની સૌથી મોટી સૌર ઉર્જા કંપની તરીકે સ્થાપિત થઇ છે. અને ગયા મહિને એસબી એનર્જીનો પાંચ ગીગવોટ સંપાદીત કર્યાના અનુસંધાને સાહસનું મૂલ્ય લગભગ સાડા ત્રણ બિલીઅન ડોલર થયું છે, આપણે આપણા રીન્યુએબલ લક્ષાંકને પચ્ચીસ ગીગાવોટ હાંસલ કર્યો છે અને તે પણ નિયત કરેલા સમયના ચાર વર્ષ પહેલા. વિશ્વની અન્ય કોઇ એવી સંસ્થા મારી જાણમાં નથી કે જેણે પોતાના રીન્યુએબલ્સમાં અદાણી ગૃપની ઝડપ જેટલો તેનો પગદંડો જમાવ્યો હોય.

અન્ય સમાચારો પણ છે...