ખોટ / નાણાકીય વર્ષ 2018-19માં અદાણી ગ્રીન એનર્જીની ખોટ 244% વધી

Adani Green Energy's loss in the financial year 2018-19 increased 244%
X
Adani Green Energy's loss in the financial year 2018-19 increased 244%

  • કંપનીની ખોટ રૂ. 138 કરોડથી વધીને રૂ. 475 કરોડ થઈ
  • ચોથા ત્રિમાસિક ગાળાની ખોટમાં 120%નો વધારો

divyabhaskar.com

May 16, 2019, 07:02 PM IST

અમદાવાદ: અદાણી ગ્રુપના રિન્યુએબલ એનેર્જીનો બિઝનેસ સંભાળતી કંપની અદાણી ગ્રીન એનર્જી લીમીટેડે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન રૂ. 475 કરોડની ખોટ કરી છે જે 2017-18ના રૂ. 138 કરોડની ખોટની તુલનામાં 244.20% વધુ છે. ઉંચા ડેપ્રિસિએશન અને ધિરાણ ખર્ચના કારણે કંપનીની ખોટમાં સતત વધારો થયો હતો. અદાણી ગ્રીને 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 95 કરોડની ખોટ કરી હતી જે આગળ વર્ષે રૂ. 43 કરોડ હતી. કંપનીની નેટ આવક આ સમયગાળામાં રૂ. 1480 કરોડથી 39% વધીને રૂ. 2058 કરોડ થઇ હતી. કંપનીએ ચોથા ત્રિમાસિક ગાળામાં 250 મેગાવોટની વિન્ડ અને 150 મેગાવોટની સોલાર પાવર માટેની બિડ જીતી લીધી છે. અમલીકરણ હેઠળના પ્રોજેક્ટ્સ અને જીતી લીધેલ તમામ બિડ્સની સમાપ્તિ બાદ કંપનીની કાર્યકારી ક્ષમતા 4,560 મેગાવોટ થઇ જશે.

અદાણી ગ્રીન પર રૂ. 12,236નું કુલ દેવું

કંપનીએ આપેલી જાણકારી મુજબ અદાની ગ્રીન પર માર્ચ 2019 સુધીનું કુલ દેવું રૂ. 12,236 છે જેમાં ગ્રુપ કંપનીઓ દ્વારા અપાયેલું રૂ. 1,596 કરોડનું દેવું પણ સામેલ છે. નાણાકીય વર્ષ 2018-19માં કંપનીએ બેન્કોને રૂ. 985 કરોડનું વ્યાજ ચુકવ્યું હતું. આમાંથી ચોથા ત્રિમાસિક ગાળામાં જ કંપનીએ રૂ. 274 કરોડ વ્યાજ રૂપે બેન્કોને ચૂકવ્યા હતા.

2. કંપનીની ડેપ્રિસિએશનમાં 96%નો વધારો

નાણાકીય વર્ષ 2018 ના છેલ્લા ત્રિમાસિક ગાળાના પ્રોજેક્ટમાં મૂડીરોકાણની અસરના લીધે ડેપ્રિસિએશનના 96% વધીને રૂ. 1,062 કરોડ થયું હતું. નાણાકીય વર્ષ 2019ના ચોથા ત્રિમાસિક ગાળામાં ડેપ્રિસિએશન 77% વધીને રૂ. 293 કરોડ થયું હતું.

3. રિન્યુએબલ માટે સરકાર તરફથી નવી પહેલની જરૂર: ગૌતમ અદાણી

અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તાજેતરના અંદાજ સૂચવે છે કે ભારતની સોલારમાં 10,000 ગીગવોટ (GW) કરતાં વધુ અને વિન્ડમાં 2,000 GWની સંભાવનાઓ છે. વર્તમાનમાં નીતિ અને પ્રોગ્રામ્સની બહાર, રિન્યુએબલ એનેર્જી અને ઊર્જા ઉદ્યોગો અને વિકાસકર્તાઓ, ગ્રીડ સહિતના પાવર ક્ષેત્રના હિસ્સેદારોની ભાગીદારીને ટેકો આપવા માટે આગામી થોડા વર્ષોમાં ભારતની રિન્યુએબલ એનેર્જીની સંભાવનાઓનો સંપૂર્ણ લાભ લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી નવી પહેલની જરૂર પડશે.

4. ઓપરેશનલ કેપેસિટી 2021 સુધીમાં 4.56 GW કરવાનું લક્ષ્ય

અદાણી ગ્રીનના સીઈઓ જયંત પરિમલે જણાવ્યું કે , અમે 2.02 GWની ઓપરેશનલ ક્ષમતા પર પહોંચી ગયા છીએ અને અમારું લક્ષ્ય નાણાકીય વર્ષ 2021 સુધીમાં 4.56 GW સુધી પહોંચવાનો છે. આગળ વધીને કંપની રિન્યુએબલમાં અગ્રણી વૈશ્વિક ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. અમે વિસ્તૃત વૃદ્ધિ સાથે ઇક્વિટીના શિસ્તબદ્ધ રોકાણ માળખા અને મૂડી સંચાલન નીતિઓનું પાલન કરીએ છીએ.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી