સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે (22 મે) શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 234 પોઈન્ટનો ઉછાળો 61,963 પર બંધ થાય છે. તો, નિફ્ટી પણ 111 પોઈન્ટ વધીને 18,314ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 ઘટ્યા છે. આજે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર રૂ. 382 (19.55%) વધીને રૂ. 2,338 પર બંધ થયો હતો.
અદાણી ગ્રુપના તમામ 10 શેરો વધ્યા
આજે અદાણી ગ્રુપના તમામ 10 શેરોમાં તેજી જોવા મળી હતી. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 19.55%નો વધારો થયો છે. અદાણી ટ્રાન્સમિશન, પાવર, ટોટલ ગેસ અને ગ્રીન એનર્જીનો શેર 5% વધ્યો હતો. અદાણી વિલ્મરનો શેર 9.99% વધ્યો.
આજે ઘણી કંપનીઓના પરિણામો
આજે BPCL, શ્રી સિમેન્ટ, PB ફિનટેક, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, CESC, કેપ્રી ગ્લોબલ કેપિટલ, EIH, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ, HCL ઇન્ફોસિસ્ટમ્સ, HEG, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસ, SJVN. સન ફાર્મા એડવાન્સ રિસર્ચ કંપની અને વેરી ટેક્નોલોજીસના માર્ચ ક્વાર્ટરના પરિણામો આવશે.
કાચા તેલમાં ઘટાડો
કાચા તેલની કિંમતમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ડ ક્રૂડની કિંમત 76 ડોલરની નીચે આવી ગઈ છે. જ્યારે WTI ક્રૂડની કિંમત 0.3% ઘટીને $71.69 થઈ ગઈ છે.
શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 297 પોઇન્ટના ઉછાળા સાથે 61,729ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 73 પોઈન્ટ વધીને 18,203 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 વધ્યા અને 8માં ઘટાડો થયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.